કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી

નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.  
કેવડીયા : PM નર્મદા ડેમ નિહાળી રહ્યા હતા, ત્યારે બંદોબસ્તમાં હાજર PSIએ લમણે ગોળી મારી આત્મહત્યા કરી

જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લા (Narmada)ના કેવડિયા કોલોની (Kevadia colony) ખાતે નવસારી (Navsari)માં એલઆઈબીમાં PSI તરીકે ફરજ બજાવતા એન.સી.ફિણવીયાએ આજે અગમ્ય કારણોસર આત્મહત્યા (Suicide) કરી છે. કેવડિયા ખાતે આવેલા સર્કિટ હાઉસમાં સાથી પીએસઆઈની સર્વિસ રિવોલ્વર માંગીને ‘આ રિવોલ્વર સાથે ફોટા પાડવા છે’ તેવું તેમણે કહ્યું હતું. તેના બાદ પોતાના લમણાં પર ગોળી મારી આત્મહત્યા કરી હતી. મૃતક પીએસઆઈ નવસારી LIBમાં પીએસઆઈની ફરજ બજાવતા હતા. તેઓ 2013ની બેચના PSI હતા. આ અંગે નર્મદા પોલીસે આગળની તપાસ કરી મૃતક પીએસઆઈએ કયા કારણોસર આત્મહત્યા કરી છે તેની તપાસ શરૂ કરી છે.  

નર્મદા ડેમ પાસે એક તરફ કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યાં બીજી તરફ પીએસઆઈ એનસી ફિનવીયાએ સર્કિટ હાઉસમાં આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. નર્મદા ડેમ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત હોઈ નવસારીના પીએસઆઈ એન.સી.ફિનવીયાને કેવડીયા ખાતે વીઆઈપી બંદોબસ્તમાં મોકલાયા હતા. પરંતુ બંદોબસ્ત દરમિયાન તેમણે બીજા પીએસઆઈની રિવોલ્વર લઈને લમણે ગોળી ધરબી હતી. પીએસઆઈ ફિણવિયાએ સર્કિટહાઉસના મુખ્ય ગેટ પર ફરજ બજાવતા પીએસઆઈ એમ બી કોંકણી પાસેથી ફોટો પડાવવાના બહાને સર્વિસ રિવોલ્વર માંગી હતી, જેથી તેઓએ સર્વિસ રિવોલ્વર આપી હતી. ત્યારબાદ ફિણવિયાએ સર્કિટ હાઉસના ગ્રાઉન્ટ ફ્લોરના પેસેજ પાસે કપાળમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી. ફિણવિયા પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ મળી હતી. જે પરથી પોલીસે તપાસ શરૂ કરી છે. 

એન.સી.ફિણવીયા 2013ની બેચના પીએસઆઈ હતા. પોતાની ફરજમાં ફિણવીયાને બે વાર સસ્પેન્ડ કરાયા હતા. નવસારી ટાઉન પોલીસ મથકે ચેઇન સ્નેચિંગની ફરિયાદ ન નોંધતા સસ્પેન્ડ કરાયા હતા. તો નવસારી એલઆઇબીમા હાજર ન થતા ચૂંટણી દરમિયાન ફરજ પર હાજર થવા આદેશ થયો હતો. ચૂંટણી ફરજ પર પણ હાજર ન થતા ફરી પીએસઆઇ ફિણવિયાને સસ્પેન્ડ કરાયા હતા. 10 દિવસ અગાઉ જ પીએસઆઇ નિલેશ ફિણવિયા નવસારી એલઆઇબીમાં ફરજ પર હાજર થયા હતા. ત્યારે હાલ તેમની આત્મહત્યાથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ઉપરી અધિકારીના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ચર્ચા પણ નવસારી પોલીસ બેડામાં ચાલી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news