રાજકોટમાં નોનવેજના શોખીનો આ ખાસ વાંચી લે, નિયમોમાં આવ્યો મોટો બદલાવ

રાજકોટના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ઈંડાની લારીવાળા રસ્તા પર ગમે ત્યાં ઉભા રહી નહી શકે. તેઓએ નક્કી કરવામા આવેલ જગ્યા પર જ ધંધો કરવાનો રહેશે. આ કરવાનું કારણ રાજકોટ શહેરમાંથી ગંદકી દૂર કરવાનો છે. 

રાજકોટમાં નોનવેજના શોખીનો આ ખાસ વાંચી લે, નિયમોમાં આવ્યો મોટો બદલાવ

રાજકોટ : રાજકોટમાં ખાણીપીણીનું કલ્ચર ફૂલ્યુફાલ્યું છે. ત્યારે આ ફૂડ કલ્ચરમાં હવે નવો બદલાવ કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, હવે શહેરના 48 રોડ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવી લેવામાં આવશે. તેઓને મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવનારી જગ્યા પર જ ઉભા રહેવાનું રહેશે.

આ મામલે રાજકોટના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, ઈંડાની લારીવાળા રસ્તા પર ગમે ત્યાં ઉભા રહી નહી શકે. તેઓએ નક્કી કરવામા આવેલ જગ્યા પર જ ધંધો કરવાનો રહેશે. આ કરવાનું કારણ રાજકોટ શહેરમાંથી ગંદકી દૂર કરવાનો છે. 

નવા નિયમ મુજબ, ઈંડા તથા નોનવેજની લારીવાળાઓને રાજકોટના મોટા મવા સ્મશાન પાસેની મહાનગરપાલિકાની જગ્યા ફાળવવામાં આવી છે. ત્યારે આ જાહેરાતને પગલે રાજકોટ મહાનગર પાલિકાની ઓફિસોએ નોનવેજ અને ઈંડાની લારીઓવાળા દોડી આવ્યા હતા. 

હવેથી તેઓને ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં મહાનગરપાલિકા જ્યા જગ્યાઓ ફાળવશે, ત્યાં જ લારીઓ ઉભી રાખવી પડશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news