રાજ્યના શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય, શિક્ષણમંત્રીએ ટ્વીટ કર્યું

વિદ્યાર્થીઓના પ્રશ્નોના ત્વરીત નિકાલ લાવવા તજજ્ઞ સમિતિ દ્વારા જીઆર. અને દરેક અરજીઓનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓની સહાયની દરખાસ્તોને લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 

રાજ્યના શિક્ષણ વિભાગનો વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક નિર્ણય,  શિક્ષણમંત્રીએ ટ્વીટ કર્યું

અતુલ તિવારી/ગાંધીનગર: રાજ્યના 600 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (એમ.વાય.એસ.વાય) નો લાભ મળી શકતો ન હતો પરંતુ લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને હવે સરકારી સહાયનો લાભ મળશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક હિતકારી નિર્ણય લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વિદ્યાર્થીઓના પ્રશ્નોના ત્વરીત નિકાલ લાવવા તજજ્ઞ સમિતિ દ્વારા જીઆર. અને દરેક અરજીઓનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓની સહાયની દરખાસ્તોને લાભ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 

— Jitu Vaghani (@jitu_vaghani) May 2, 2022

શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓના હિતમાં લીધેલા નિર્ણયથી લગભગ રૂપિયા 12 કરોડ જેટલી રકમ વિવિધ અભ્યાસક્રમોની ફી સ્વરૂપે મળશે. આ વિશે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news