VIDEO વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગંભીર આરોપ, કહ્યું- "એવી ધમકી આપવામાં આવી કે......"

ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવાર એ અતિ શરમજનક બની રહ્યો. લોકતંત્રના લીરેલીરા ઉડ્યાં. ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા.

VIDEO વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગંભીર આરોપ, કહ્યું- "એવી ધમકી આપવામાં આવી કે......"

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં બુધવાર એ અતિ શરમજનક બની રહ્યો. લોકતંત્રના લીરેલીરા ઉડ્યાં. ગૃહમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા. કોંગ્રેસના બે ધારાસભ્યો અમરીશ ડેર અને પ્રતાપ દૂધાતને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. જ્યારે એક બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે તડીપાર કરી દેવાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલને માઈક્રોફોન અને મુક્કા માર્યા હતાં. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહમાં થયેલી મારામારીના મામલે પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું કે, ભાજપે કોંગ્રેસના સભ્યોને ઉશ્કેરવાનું કાર્ય કર્યું છે. વારંવાર અપશબ્દો બોલવામાં આવ્યા જેના કારણે કોંગ્રેસ સભ્યોનો પ્રત્યાઘાત દેખાયો. ભાજપના સભ્યો લાજવાના બદલે ગાજવા લાગ્યા.

ભાજપના સભ્યો કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ઉશ્કેરતા હતાં. અસંસદીય વર્તન કરતા હતાં. અસભ્ય શબ્દો બોલતા હતાં. વિરોધ પક્ષના સભ્યોને ઉશ્કેરીને સરકારની નિષ્ફળતાઓને છૂપાવવા માટેનું ટ્રેઝરી બેન્ચનું ષડયંત્રનો ભોગ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના બે સભ્યો બન્યાં. અપશબ્દોને લીધે કોંગ્રેસ સભ્યોનો પ્રત્યાઘાત જોવા મળ્યો. પક્ષે બંને સભ્યોને ઠપકો આપ્યો છે.

પરેશ ધાનાણીએ એમ પણ કહ્યું કે ભાજપના સભ્યો લાજવાના બદલે ગાજવા લાગ્યા હતાં. ભાજપના ધારાસભ્યોનું વર્તન અયોગ્ય. કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેરવાના કાર્ય ચાલે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news