મેઘરાજાએ ભારે કરી! વલસાડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી...! ઓરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ

આથી વલસાડ શહેરના ઓરંગા નદી કિનારાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઓરંગાના પાણી ઘૂસ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

મેઘરાજાએ ભારે કરી! વલસાડમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી...! ઓરંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ

નિલેશ જોશી/વલસાડ: જિલ્લાના ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ તોફાની સ્વરૂપે વહી રહી છે. જિલ્લાની ઓરંગા નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે. આથી વલસાડ શહેરના ઓરંગા નદી કિનારાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ઓરંગાના પાણી ઘૂસ્યા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

ઓરંગા નદી કિનારે આવેલા કાશ્મીર નગર અને આસપાસના વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આથી તંત્ર દ્વારા આ વિસ્તારના 22થી વધુ પરિવારને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત પરિવારો ને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. 

આશ્રય સ્થાનોમાં તંત્રની ટીમો ખડે પગે તૈનાત કરવામાં આવી હતી. અહીં આશરો લેતા પરિવારો માટે રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આથી પરિસ્થિતિ ને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા શક્ય તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. અને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. 

ધરમપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
સૌથી વધુ ધરમપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. પારડીમાં 4 અને કપરાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડ જીલ્લાનાં તમામ નદી-નાળા તોફાની બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લો લેવલ કોઝવે અને નાના પુલો પર પાણી ફરી વળ્યા છે. સલામતીનાં ભાગરૂપે જીલ્લામાં 70 થી વધુ રસ્તાઓ બંધ કરાયા છે. વલસાડ જીલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રેડ એલર્ટ જાહેર
વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ડાંગ, વલસાડ અને નવસારી માટે રેડ એર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત અને તાપી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news