અધવચ્ચે રોકી દેવાઈ વર્લ્ડ કપની ફાઈનલ, ગ્રાઉન્ડ પર દોડી આવ્યો એક શખ્સ

IND vs AUS Final : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલની સૂરક્ષામાં મોટી ચૂક જોવા મળી... પેલેસ્ટાઈન સમર્થક કોહલીની પાસે દોડી આવ્યો 

અધવચ્ચે રોકી દેવાઈ વર્લ્ડ કપની ફાઈનલ, ગ્રાઉન્ડ પર દોડી આવ્યો એક શખ્સ

icc world cup final match : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલની સૂરક્ષામાં મોટી ચૂક જોવા મળી. ચાલુ મેચ દરમિયાન એક શખ્સ ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો. ક્રિજ પર કોહલી અને રાહુલ રમી રહ્યા હતા તે દરમિયાન ક્રિકેટર્સની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. એક વ્યક્તિ અચાનક ચાલું મેચ દરમિયાન વચ્ચે કોહલીને મળવા આવી ગયો હતો. લાખો લોકોને વચ્ચે આ શખ્સે ઈઝરાયેલ પેલેસ્ટાઈન વોરમાં પેલેસ્ટાઈનને સમર્થન આપ્યુ હતું. તે પેલેસ્ટાઈન ધ્વજ સાથે આવી પહોંચ્યો હતો. આ બાદ સિક્યુરિટી ટીમ દોડતી થઈ હતી. આ યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. 

ગ્રાઉન્ડ પર દોડી આવ્યો યુવક
આ ઘટના ભારતીય ઈનિંગ દરમિયાન 14મી ઓવરના ત્રીજા બોલ બાદ બની હતી. વિશ્વ કપની ફાઈનલ મેચમાં લાખોની સંખ્યામાં હાજરી વચ્યે એક યુવક ગ્રાઉન્ડ પર દોડી આવ્યો હતો. કોહલી અને રાહુલ રમી રહ્યા હતા ત્યારે તે કોહલી પાસે આવી ગયો હતો. આ યુવકની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સાથે જ ક્રિકેટરોની સુરક્ષામાં મોટી ચૂકને લઈને સોશિયલ મીડિયા પર ઘણા નિવેદનો આવી રહ્યા છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) November 19, 2023

 

પેલેસ્ટાઈન સમર્થક હતો
ફિલિસ્તીન સમર્થક સુરક્ષા તોડીને મેદાનમાં ઘૂસ્યો હતો. આ ફેન દોડીને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પાસે પહોંચ્યો અને તેના ખભા પર હાથ મૂક્યો હતો. તેની ટી-શર્ટ અને ચહેરા પરના માસ્કથી તેને ઓળખી શકાય છે. તેની પાસે પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ યુવકને અચાનક જોઈને કોહલી ઘડીક તો ડરી ગયો હતો. પરંતુ બાદમાં સિક્યુરિટી જવાનો પહોંચી ગયા હતા, અને તાબડતોડ યુવકને બહાર લઈ જવાયો હતો. 

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો આઈસીસી વર્લ્ડ કપની સુરક્ષા ટીમની કામગીરીને વખોડી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news