ગુજરાતમાં હવે આ શું થવા બેઠું છે? માત્ર 1500 રૂપિયામાં એક મિત્ર બીજા મિત્રના જીવનો પ્યાસો બન્યો! આ રીતે કરી હત્યા

આમ તો સુરત શહેર ડાયમંડ ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે. પરંતુ આ શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ઉધના, પાંડેસરા, ડીંડોલી, લીંબાયત જેવા વિસ્તારમાં માત્ર સામાન્ય બાબતને લઈને ચપ્પુના ઘણા ઝીંકી હત્યા કરી દેવાના બનાવો સતત સામે આવતા હોય છે.

ગુજરાતમાં હવે આ શું થવા બેઠું છે? માત્ર 1500 રૂપિયામાં એક મિત્ર બીજા મિત્રના જીવનો પ્યાસો બન્યો! આ રીતે કરી હત્યા

પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા વિસ્તારમાં માત્ર 1500 રૂપિયાને લઈ મિત્ર એ જ મિત્રની હત્યા કરી છે. કૈલાશ નગર ચોકડી પાસે આવેલ ઈશ્વર નગરમાં ઘર પાસે જ મિત્રએ મિત્રને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. હાલ સમગ્ર ઘટનામાં પાંડેસર પોલીસે આરોપી મિત્રોની ધરપકડ કરી છે. 

 માત્ર 1500 રૂપિયાને લઈને મિત્રએ જ મિત્રની હત્યા કરી
આમ તો સુરત શહેર ડાયમંડ ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાય છે. પરંતુ આ શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને ઉધના, પાંડેસરા, ડીંડોલી, લીંબાયત જેવા વિસ્તારમાં માત્ર સામાન્ય બાબતને લઈને ચપ્પુના ઘણા ઝીંકી હત્યા કરી દેવાના બનાવો સતત સામે આવતા હોય છે. ત્યારે ફરી પાંડેસરા વિસ્તારમાં આવેલ ઈશ્વર નગર સોસાયટીમાં માત્ર 1500 રૂપિયાને લઈને મિત્રએ જ મિત્રની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી છે.

આશિષ પૈસાની માંગણી કરતો રહેતો
મૂળ ઉત્તર પ્રદેશનો વતની આશિષ પાંડે પરિવાર સાથે ઈશ્વર નગરમાં રહેતો હતો. તેના સોસાયટીમાં અગાઉ રહી ગયેલ કાલિકા પ્રસાદ પાસેથી આશિષએ 1500 રૂપિયા લીધા હતા. કાલિકા આશિષ પાસેથી નીકળતા બાકી પૈસા વારે ઘડીએ માંગતો હતો, પરંતુ આશિષ પાસે પૈસાની સગવડ ન હોવાથી તેને આપી શકતો ન હતો. કાલિકા પ્રસાદ છેલ્લા કેટલાક વર્ષથી સુરત છોડીને બહાર રહેતો હતો. આશિષ પાસેથી પૈસાની માંગણી કરતો રહેતો હતો. આખરે આશિષએ પૈસા નહિ આપતા તેને શોધખોળ કરવા કાલિકા પ્રસાદ અશિષના ઘર પાસે આવી પહોંચ્યો હતો. 

આશિષ પર હુમલો કરી ઘા ઝીંકી દીધા
કાલિકા પ્રસાદે મિત્ર આશિષ પાસેથી બાકી નીકળતા પૈસા માંગ્યા હતા. જ્યારે આશિષએ પૈસા ન આપતા કાલિકા પ્રસાદે પોતાની પાસે રહેલ ચપ્પુ વડે આશિષ પર હુમલો કરી ઘા ઝીંકી દીધા હતા. આરોપી મિત્ર કાલિકા આશિષને લોહીલુહાણ કરી ફરાર થઈ ગયો હતો.ઘટનાને લઈને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આશિષને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આશિષને સારવાર મળે તે પહેલા જ તબીબોએ મૃતક જાહેર કર્યો હતો

કાલિકા મૂળ ઉત્તર પ્રદેશનો વતની
સમગ્ર ઘટનાને લઈને પાંડેસર પોલીસ સ્થળે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે માત્ર ગણતરીના જ કલાકમાં આરોપી મિત્ર કાલિકા પ્રસાદને પકડી પાડ્યો હતો. કાલિકા મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. અગાઉ પાંડેસરા વિસ્તારમાં આવેલી ઈશ્વર નગરમાં આશિષ પાંડેના સોસાયટીમાં ભાડેથી રહેતો હતો.ત્યારે આશિષ જોડે કાલિકાની મિત્રતા થઈ હતી. મિત્રતામાં આશિષ એ કાલિકા પાસેથી 1500 રૂપિયા લીધા હતા આશિષએ 1500 રૂપિયા પરત નહીં કરતા આખરે મિત્ર એ જ મિત્રની ચપ્પુના ઝીંકી હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પાંડેસર પોલીસે આરોપી મિત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news