વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પિરસાશે ‘ખાસ’ પ્રકારની પાણીપુરી
આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત થનારી વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો પાણીપુરી ખાવાની મજા માણવાના છે. કારણ કે આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીનો સ્ટોલ હશે. જેમ વાઈબ્રન્ટમાં આવનારા મહેમાનો માટે ચા-કોફીના મશીન મૂકવામાં આવશે, તેવી જ રીતે પાણીપુરીના પણ મશીન મૂકાશે. વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીના મશીન હોવાની જાહેરાત સીએમ વિજય રૂપાણીએ કરી છે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત થનારી વાઈબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનો પાણીપુરી ખાવાની મજા માણવાના છે. કારણ કે આ વખતે વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીનો સ્ટોલ હશે. જેમ વાઈબ્રન્ટમાં આવનારા મહેમાનો માટે ચા-કોફીના મશીન મૂકવામાં આવશે, તેવી જ રીતે પાણીપુરીના પણ મશીન મૂકાશે. વાઈબ્રન્ટ સમિટમાં પાણીપુરીના મશીન હોવાની જાહેરાત સીએમ વિજય રૂપાણીએ કરી છે.
ગાંધીનગરમાં આયોજિત ખાદ્ય ખોરાક 2018ની પ્રદર્શનીમાં સીએમ વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે સંબોધન કરતા કહ્યુ કે વાઇબ્રન્ટમાં ચા અને કોફી ના કપ મૂકીએ છીએ તેમ આ વખતે પાણી પુરીના મશીન પણ મુકવામાં આવશે. vibrant gujarat global summit 2019નું ખાસ આકર્ષણનું કેન્દ્ર ઓટોમેટીક પાણીપુરીના મશીનો બનશે. પાણીપુરીમાં સ્વાદિષ્ટ પાણી ઉમેરવા માટે હાથનો ઉપયોગ નહીં કરવો પડે. આ મશીનો દ્વારા ગ્રાહકોની પસંદગી પ્રમાણે મશીનમાં જ પાણી મિક્સ થઈને પુરીમાં ભરવામાં આવશે.
વાઇબ્રન્ટ ગુજરાત 2019માં પાણીપુરીના 20 જેટલા મશીનો મુકવામાં આવશે અને આવનાર મહેમાનો પાણીપુરીનો આ સ્વાદ માણશે.
ગાંધીનગરમાં ખાદ્ય ખોરાકના ચાર દિવસીય પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ પ્રદર્શનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ખોરાક એ વ્યક્તિ માટે ખૂબ જ મહત્વનો છે. વ્યક્તિ નિરોગી રહીને જીવન જીવી શકે તે માટે સાત્વિક ભોજન લેવું જરૂરી છે. રાજ્ય સરકાર ફૂડ ઈન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માગે છે. આજથી શરૂ થયેલું આ પ્રદર્શન 17 ડિસેમ્બર સુધી ચાલશે. ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે આ પ્રદર્શન યોજાયુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે