પપ્પુ યાદવ ગુજરાતની મુલાકાતે, કહ્યું -'નફરતનું રાજકારણ રમનારાઓને બિહારમાં ઘૂસવા નહીં દઈએ'

જન અધિકાર પાર્ટીના પ્રમુખ અને બિહારથી સાંસદ પપ્પુ યાદવ ગુજરાતમાંથી ભગાડવામાં આવી રહેલા બિહારના લોકોના સપોર્ટમાં અને તેમનો જુસ્સો વધારવા હેતુ ગુજરાતમાં છે.

પપ્પુ યાદવ ગુજરાતની મુલાકાતે, કહ્યું -'નફરતનું રાજકારણ રમનારાઓને બિહારમાં ઘૂસવા નહીં દઈએ'

પટણા/ગાંધીનગર: જન અધિકાર પાર્ટીના પ્રમુખ અને બિહારથી સાંસદ પપ્પુ યાદવ ગુજરાતમાંથી ભગાડવામાં આવી રહેલા બિહારના લોકોના સપોર્ટમાં અને તેમનો જુસ્સો વધારવા હેતુ ગુજરાતમાં છે. તેમણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં દુષ્કર્મ પીડિત બાળકીના પરિજનોની મુલાકાત કરી અને તેમણે તે પરિવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરી. 

પપ્પુ યાદવે આજે કહ્યું કે 'હવે સમય આવી ગયો છે કે નફરતનું રાજકારણ રમનારાઓ વિરુદ્ધ જંગ છેડવામાં આવે. દેશમાં સ્વાર્થ અને વોટબેંકના રાજકારણને લીધે બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. ' હવે આવું રાજકારણ રમનારા લોકોને બિહારમાં ઘૂસવા નહીં દેવાયની ચેતવણી આપતા તેમણે કહ્યું કે 'બિહારમાં દલિત, મહાદલિત, સવર્ણ, પછાતના નામ પર રાજકારણથી છૂટકારો મળવો જોઈએ.'

પપ્પુએ દુષ્કર્મના મામલે ડોક્ટરી તપાસને સાર્વજનિક કરવાની માગણી કરતા કહ્યું કે જો કથિત રીતે બાળકી સાથે દુષ્કર્મ થયું છે તો દોષિતને ફાંસી મળવી જોઈએ. પરંતુ તેમના નામ પર બિહારના લોકોને નિશાન બનાવી શકાય નહીં. 

ઘટના બાદ બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો પર થયેલા હુમલા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારને જવાબદાર ઠેરવતા તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ. તેમણે જણાવ્યું કે 'આ ઘટનાના જે પણ આરોપી છે તેમની પીડિતના ઘર વર્ષોથી અવરજવર હતી. તેની પણ તપાસ થવી જોઈએ કે આરોપની પાછળ કોઈ અંગત અદાવત કે પછી કોઈ અન્ય કારણ તો નથી.'

પપ્પુએ સવાલના અંદાજમાં કહ્યું કે ઘટના બાદ 3 દિવસ સુધી આરોપીનો વીડિયો અને હિંસાનો વીડિયો વાઈરલ થતો રહ્યો પરંતુ ઈન્ટરનેટ કેમ બંધ કરાવવામાં ન આવ્યું. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના લોકો અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવવા માંગતા હતાં અને તેમાં સફળ ન થયા તો એક ષડયંત્ર હેઠળ તેમને બદનામ કરવામાં આવ્યાં. તેમણે કહ્યું કે અલ્પેશ ઠાકોર બિહારના કોંગ્રેસ સહપ્રભારી હોવાના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યાં. 

તેમણે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર નિશાન સાંધતા કહ્યું કે જો ઠાકોર સેનાની ભૂમિકા આ મામલે શંકાસ્પદ હોય તો પથી તેમના પર કાર્યવાહી કેમ ન કરાઈ? સાંસદે મુખ્યમંત્રીની ચૂપ્પી પર સવાલ પણ ઉઠાવ્યાં. આ મામલે ઉચ્ચસ્તરીય અને ન્યાયિક તપાસની માગ કરતા પપ્પુએ કહ્યું કે તેઓ આ મામલે તપાસ માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news