લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યું

Patan News : પાટણ જિલ્લાનાં શંખેશ્વરમાં વહૂએ દિયર  અને સસરાને પીવડાવ્યું ઝેર, દિયર મહાદેવગીરીનું થયું મોત, સસરા ઈશ્વરગીરીની હાલત ગંભીર, પોલીસે હાથ ધરી તપાસ 

લાડકોડથી સાસરી લાવેલી વહુએ તેવર બતાવ્યા , દિયર અને સસરાને ભોજનમાં ઝેર પીવડાવ્યું

Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ: પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોર ગામમાં સભ્ય સમાજને હચમચાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પુત્રવધુએ પોતાના જ સસરા અને દિયરને ભોજનમાં ઝેર ભેળવીને ખવડાવી દેતા દિયરનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે સસરા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. શંખેશ્વર પોલીસ મથકમાં પુત્રવધુ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હત્યાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

પરાણે વહુને તેડાવી લાવ્યા હતા
પાટણના શંખેશ્વર પોલીસ મથકમાં ભોલાગીરી ઉર્ફે ભાવેશ ઈશ્વરગીરી ગોસ્વામીએ પોતાના જ સગાભાઈ અશોકગીરીની પત્ની જયાબેન અશોકગીરી ગૌસ્વામી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના ભાઈ ભાભીના લગ્ન ઘણા વર્ષો અગાઉ થયા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ ના હોવાથી ભાભી જયાબેન છેલ્લા બારેક વર્ષથી રિસાઈને તેમના પિયર ગોતરકા ખાતે રહેતા હતા. જયાબેનને અશોકગીરી સાથે રહેવું ના હોવા છતાં તેઓના સગા સંબંધીઓ જયાબેનને તેડીને આવ્યા હતા અને સમાધાન કરાવ્યું હતું. જેથી જયાબેન હવે રહેવા માટે ધનોર પોતાની સાસરીમાં પરત આવી ગયા હતા. 

સાસરીમાં આવીને વહુએ ઝેર ઘોળ્યું
હજુ પરત સાસરીમાં આવે ચાર જ દિવસ થયા હતા. ત્યાં જયાબેને મંગળવારે ભોજન બનાવતા વખતે તેમાં ઝેર ભેળવી દઈને દિયર મહાદેવ ગીરી તથા સસરા ઈશ્વરગીરીને તે ભોજન જમાડી દીધી હતું. જેને કારણે બંનેની તબિયત લથડી હતી. પરિવારજનો એકત્રિત થઈને બંનેને સારવાર અર્થે લઈ ગયા હતા. પરંતુ તેમાં દિયર મહાદેવગીરીને તબીબે મૃત જાહેર કર્યા હતા જ્યારે ફરિયાદીના પિતા ઈશ્વરગીરીની તબિયત નાજુક હોવાથી હાલમાં તેઓ પાટણની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. 

ફરિયાદને આધારે શંખેશ્વર પોલીસે જયાબેન અશોકગીરી ગૌસ્વામી (રહે. ધનોર, તાલુકા શંખેશ્વરજી પાટણ) વિરુદ્ધ આઇપીસીની કલમો 307 (હત્યાનો પ્રયાસ) અને 302 (હત્યા)નો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જેની તપાસ પી.આઈ પ્રભાતસિંહ જે. સોલંકી ચલાવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news