હાર્દિક અને નરેશ પટેલનું મહત્વનું નિવેદન, પાટીદાર અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ નથી 

પાસના નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મામલે ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટે સાથે મળીને સંયુક્ત બેઠક કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે એક કમિટીની રચના કરવામાં આવશે અને સરકાર સમક્ષ તેની જેલ મુક્તિ અને અનામતના કેસો પાછા ખેચવાઅંગેની રજૂઆત કરવામાં આવશે. ત્યારે આ અંગે હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા નિવેદન આપાવામાં આવ્યું છે, કે આ પાટીદાર અનામત આંદોલનનું કોઇ પણ અસ્તિત્વ રહ્યું નથી. 

હાર્દિક અને નરેશ પટેલનું મહત્વનું નિવેદન, પાટીદાર અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ નથી 

સત્યમ હંસોરા/રાજકોટ: પાસના નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ મામલે ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટે સાથે મળીને સંયુક્ત બેઠક કરવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે એક કમિટીની રચના કરવામાં આવશે અને સરકાર સમક્ષ તેની જેલ મુક્તિ અને અનામતના કેસો પાછા ખેચવાઅંગેની રજૂઆત કરવામાં આવશે. ત્યારે આ અંગે હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા નિવેદન આપાવામાં આવ્યું છે, કે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 10 ટકા ઇબીસી આપી દેવામાં આવતા આ પાટીદાર અનામત આંદોલનનું કોઇ પણ અસ્તિત્વ રહ્યું નથી. 

નરેશ પટેલે કહ્યું 10 ટકા ઇબીસી મળ્યા બાદ આંદોલનનું કોઇ અસ્તિત્વ નથી
બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય મુદ્દો કથિરીયાની જેલમુક્તિ અને અન્ય પાટીદાર યુવાનો પર થયેલા કેસ પર ચર્ચા કરવાનો જ હતો. ખોડલધામમાંથી 2, ઉમિયાધામમાંથી 2 અને પાસમાંથી 2 સભ્યો પ્રતિનિધિતિવ કરી કમિટી બનાવવામાં આવશે. સરકાર સાથે સંપર્ક રહી ચર્ચા કરે. આ મુદ્દો કોર્ટ મેટર છે. પરંતુ કાયદાની પ્રક્રિયાને ધ્યાને લઇ સરકાર કંઇ રીતે યુવાનોને છોડવામાં મદદરૂપ થાય તેની ચર્ચા કરવી જોઇએ. સમાજનો દીકરો જેલમાં છે.

PM મોદી માટે દુખદ સમાચાર, ભાઈ પ્રહલાદ મોદીના પત્નીનું નિધન, સાંજે થશે અંતિમ સંસ્કાર

આ પહેલા પણ મારો આ મુદ્દે લીડ રોલ હતો. જરૂર પડે ત્યાં હું ફરી ઉભો રહીશ. આજે હું માત્ર આમંત્રિત હતો. મને પાસના સભ્યો દ્વારા સમય માંગી આ મુદ્દે ચર્ચા કરવાનો હતો. આ બેઠકને લઇ મને કોઇ પક્ષના રાજકીય નેતાઓના ફોન આવ્યા નથી. સંભવત આવતા અઠવાડીયે કમિટી બની જાય તો તરત જ સરકાર સમક્ષ વાત મુકીશું. એક સમયે અનામત આંદોલન હતું હવે મને તેનું કોઇ અસ્તિત્વ દેખાતું નથી.

ઈ-ચલાન ઘરે આવતા અમદાવાદી યુવકનો ભાંડો ફૂટ્યો, પછી જે થયું તે....

બેઠકમાં મોટી મોટાભાગના નેતાઓ રહ્યા હાજર
રાજકોટ સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. અને આ બેઠકમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને નરેશ પટેલે હાજરી આપી હતી. અલ્પેશ કથીરિયાને જેલમાંથી છોડાવવા માટે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દિનેશ બાંભણીયા સહિત પાસના કન્વીનરો આ બેઠકમાં હાજર રહ્યા હતા. મહત્વનું છે, કે આ બેઠકમાં કોંગ્રેસના નેતા ગીતા પટેલ પણ હાજર રહ્યા હતા.

દિનેશ બાંભણિયાએ અલ્પેશની મુકિત માટે સરકાર પર દબાણની કરી વાત કરી હતી. હાર્દિક પટેલે ન્યાયીક તપાસમાં કોઈ દખલગીરી ન કરી શકે તેવું કહીને અલ્પેશની મુક્તિના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. ત્યારે આ અંગે લલિત કગથરા કહ્યું કે, આ સરકાર દેશદ્રોહની કલમનો 144ની જેમ ઉપયોગ કરી રહી છે. સરકારજો ચૂંટણી દરમિયાન આ બેઠક કરી હોત તો લોકો કહેત કે પ્રેશર કરો છો..નરેશ પટેલ એક પણ પક્ષના આગેવાનના સાથે ફોર્મ ભરવા  નથી ગયા સરકારના દબાણમા નથી આવ્યા સમાજના આગેવાની ભુમિકા ભજવી છે.તલવારની ઘાર પર હતા છતા અડગ રહ્યાં છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news