નેશનલ ગેમ્સનું ઉદઘાટન, PM મોદીએ કહ્યું; 'નીરજ ચોપડાએ ગરબાનો આનંદ માણ્યો, બીજા ખેલાડીઓ પણ મજા માણે'

વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કરવાના છે. સમગ્ર ગુજરાતમાંથી એક લાખ લોકો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઉમટ્યા છે.

નેશનલ ગેમ્સનું ઉદઘાટન, PM મોદીએ કહ્યું; 'નીરજ ચોપડાએ ગરબાનો આનંદ માણ્યો, બીજા ખેલાડીઓ પણ મજા માણે'

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે ભાજપના ગઢને યથાવત રાખવા પીએમ મોદી પોતાના હોમ ગ્રાઉન્ડમાં યેનકેન પ્રકારે પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું છે. ત્યારે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન પહોંચ્યાં છે, અહીં એક ખુલ્લા વ્હિકલમાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી એક લાખ લોકો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઉમટ્યા છે.

PM મોદી Live:

  • આ દ્રશ્ય, આ તસવીર, આ માહોલ, શબ્દોથી ઉપર છે. 
  • વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, વિશ્વમાં આટલો યુવાન દેશ અને દેશનો સૌથી મોટો રમતોત્સવ!
  • જ્યારે કોઈ ઘટના આટલી અદ્ભુત અને અનોખી હોય ત્યારે તેની ઉર્જા એટલી જ અસાધારણ હશે: PM
  • દેશના 36 રાજ્યોથી 7 હજારથી વધુ એથલેટ્સ, 25 હજારથી વધુ કોલેજ, 15 હજારથી વધુ એથલેટ્સ, 50 લાખથી વધુ સ્ટુડેન્ટ્સનું નેશનલ ગેમ્સથી સીધો જોડાવ, આ અદભૂત છે. 
    રમતમાં સામેલ થનારા તમામ ખેલાડીઓને મારા તરફથી ખુબ ખુબ શુભકામના.
  • ગઈ કાલે અમદાવાદમાં જે પ્રકારનો અદભૂત, ભવ્ય ડ્રોન શો થયો તે જોઈને દરેક જણ સ્તબ્ધ અને ગર્વ અનુભવે છે.
  • ટેક્નોલોજીનો આટલો સાવચેતીભર્યો ઉપયોગ ડ્રોનની જેમ જ ગુજરાત, ભારતને નવી ઊંચાઈએ લઈ જશેઃ PM
  • સરદાર પટેલ રમતગમત સંકુલમાં ફૂટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લૉન ટેનિસ જેવી ઘણી રમતોની સુવિધાઓ છે.
  • તે એક રીતે સમગ્ર દેશ માટે એક મોડલ છેઃ પીએમ
  • ગુજરાતમાં હાલ નવરાત્રીનો પવિત્ર અવસર પણ ચાલી રહ્યો છે.
  • ગુજરાતમાં મા દુર્ગાની પૂજાથી લઈને ગરબા સુધી તેની પોતાની આગવી ઓળખ છે.
  • અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓને હું કહીશ કે રમતગમતની સાથે અહીં નવરાત્રિના કાર્યક્રમનો ચોક્કસ આનંદ લોઃ પીએમ
  • નીરજ ચોપડાએ ગુજરાતમાં ગરબાનો આનંદ માળ્યો. બીજા રાજ્યોથી આવેલા ખેલાડીઓ રમતની સાથે સાથે નવરાત્રિની પણ મજા મળશે. ગુજરાતીઓએ ઓછા સમયમાં અદ્દભૂત આયોજન કર્યું છે. યુવાનોને એક નવી તક પ્રાપ્ત થશે.
  • રમતના મેદાનમાં ખેલાડીઓની જીત, તેમનું જોરદાર પ્રદર્શન અન્ય ક્ષેત્રોમાં પણ દેશની જીતનો માર્ગ મોકળો કરે છે.

— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022

  • રમતગમતની સોફ્ટ પાવર દેશની ઓળખ, દેશની છબી અનેક ગણી વધારે છેઃ પીએમ
  • હું ઘણીવાર રમતગમતના સાથીઓને કહું છું -Success starts with action!
  • એટલે કે, તમે જે ક્ષણે શરૂઆત કરી, તે જ ક્ષણે સફળતા પણ શરૂ થઈ: PM
  • 8 વર્ષ પહેલા ભારતના ખેલાડીઓ 20-25 રમતો રમવા જતા હતા, હવે ભારતના ખેલાડીઓ 40 જેટલી વિવિધ રમતોમાં ભાગ લેવા જાય છે: PM
  • 8 વર્ષ પહેલા ભારતના ખેલાડીઓ સો કરતાં ઓછી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતા હતા. હવે ભારતના ખેલાડીઓ 300થી વધુ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લે છે: PM
  • અમે સ્પોર્ટ્સ સ્પિરિટ સાથે સ્પોર્ટ્સ માટે કામ કર્યું. TOPS જેવી યોજનાઓ દ્વારા વર્ષો સુધી મિશન મોડમાં તૈયાર કર્યા. આજે, મોટા ખેલાડીઓની સફળતાથી લઈને નવા ખેલાડીઓના ભવિષ્યના નિર્માણ સુધી, TOPS મોટી ભૂમિકા ભજવી રહ્યું છે: PM
  • આજે ફિટ ઈન્ડિયા અને ખેલો ઈન્ડિયા જેવા પ્રયાસો એક જન આંદોલન બની ગયા છે. તેથી જ આજે ખેલાડીઓને વધુને વધુ સંસાધનો આપવામાં આવી રહ્યા છે અને વધુને વધુ તકો પણ આપવામાં આવી રહી છે. છેલ્લા 8 વર્ષમાં દેશના રમતગમત બજેટમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે: PM
  • હવે દેશના પ્રયત્નો અને ઉત્સાહ માત્ર એક રમત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ 'કાલરીપયટ્ટુ' અને યોગાસન જેવી ભારતીય રમતો પણ મહત્વ મેળવી રહી છે. મને ખુશી છે કે આ રમતોને નેશનલ ગેમ્સ જેવી મોટી ઈવેન્ટ્સમાં સામેલ કરવામાં આવી છેઃ પીએમ
  • હું બધા ખેલાડીઓને વધુ એક મંત્ર આપવા માંગુ છું...જો તમારે સ્પર્ધા જીતવી હોય, તો તમારે પ્રતિબદ્ધતા અને સાતત્ય સાથે જીવતા શીખવું પડશે. આપણે રમતગમતમાં હાર અને જીતને ક્યારેય છેલ્લી ન ગણવી જોઈએ. આ સ્પોર્ટ્સ સ્પિરિટ તમારા જીવનનો એક ભાગ હોવો જોઈએ: PM

36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- 1940માં પ્રથમ વાર લાહોરમાં રમતોનું આયોજન થયું હતું. 36માં નેશનલ ગેમ્સમાં ભાગ લેવા દેશના ખૂણે ખૂણેથી ખેલાડીઓ આવ્યા છે, તમામ ખેલાડીઓનું ગુજરાતીઓ તરફથી સ્વાગત કરું છું.

— Narendra Modi (@narendramodi) September 29, 2022

હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ખીચોખીચ ભીડથી ભરેલું છે. એટલું જ નહીં, હજારો લોકો બહાર લાઈનમાં ઉભા હતા. જોકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે હજી પણ સતત લોકો આવી રહ્યા છે. મોટાભાગે સ્ટેડિયમ ખીચોખી ભરાઈ ગયું છે. છતાં પણ હજી લોકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 29, 2022

પ્રધાનમંત્રી સ્ટેડિયમની મુલાકાતે, પોલીસનો લોખંડી બંદોબસ્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાના હોવાથી શહેર પોલીસે સુરક્ષાનો ચાપતો બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવી છે. માનવામાં આવી રહ્યું છે કે 1 લાખ કરતા પણ વધુ મહાનુભાવો આ નેશનલ ગેમમાં આમંત્રિત મહેમાન તરીકે હાજર રહેશે. ત્યારે ટ્રાફિક અને અન્ય પોલીસ વ્યવસ્થા સુચારુ રૂપે ગોઠવાય તે માટે 1700 જેટલા અધિકારીઓ, જવાનોને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં તૈનાત રખાશે.

પોલીસનો બંદોબસ્ત

  • 5 ડીઆઈજી
  • 6 ડીસીપી
  • 16 એસીપી
  • 61 પીઆઇ
  • 91 પીએસઆઇ
  • 1600 પોલીસકર્મી
  • 4 એસઆરપી
  • 1 ચેતક કમાન્ડો ટીમ

અમદાવાદમાં PM મોદી કરશે નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટનઃ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રી 36મી રાષ્ટ્રીય રમતોત્સવની ઘોષણા કરશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને પણ સંબોધન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી ડેસરમાં વિશ્વ કક્ષાની “સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી”નું ઉદ્ઘાટન પણ કરશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ દેશના રમત-ગમત શિક્ષણના લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે.

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. તેનું આયોજન 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર, 2022 દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ 36 રમતની શાખાઓમાં ભાગ લેશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ગુજરાતે આંતરરાષ્ટ્રીય ધોરણોનું મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યાત્રા શરૂ કરી, જેણે રાજ્યને ખૂબ જ ટૂંકા ગાળામાં રમતો માટે તૈયાર કરવામાં મદદ કરી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપના નેતાઓ પર ભરોસો મુકવાને બદલે હવે વિધાનસભાની ચૂંટણીની બાગદૌર પીએમ મોદીએ પોતે સંભાળી લીધી છે. કારણકે, તેઓ ગઢમાં ગાબડું પડે તેવી કોઈ ચૂક રહેવા દેવા માંગતા નથી. એ જ કારણ છેકે, પીએમ મોદી વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસના નામે સતત ગુજરાતમાં પ્રચાર-પ્રસાર કરતા જોવા મળી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે જ પીએમ મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news