વડાપ્રધાન મોદીએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના છાત્રોને આપી પદવી, દેશની સુરક્ષામાં ભાગીદાર બનવા છાત્રોને આપ્યું આમંત્રણ

ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ 6000થી વધુ અધિકારીઓને આપી તાલીમ, ફોરેન્સિક સાયન્સને કારણે ન્યાયપ્રક્રિયા પણ ઝડપી બની ઃ મોદી

વડાપ્રધાન મોદીએ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના છાત્રોને આપી પદવી, દેશની સુરક્ષામાં ભાગીદાર બનવા છાત્રોને આપ્યું આમંત્રણ

ગાંધીનગર: એક દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે વલસાડ અને બપોરે જૂનાગઢ ખાતે કાર્યક્રમમાં હાજરી આપીને સાંજે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ગાંધીનગરમાં વડા પ્રધાન મોદીએ ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પદવિદાન સમારોહમાં હાજરી આપી હતી અને 40થી વધુ ગોલ્ડ મેડલિસ્ટ છાત્રોને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આમંત્રીત મહેમાનોનું સ્વાગત કરવાની સાથે જ સમારોહમાં આવેલા વિદ્યાર્થીઓનું દિલથી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, મારા વિશેષ આમંત્રણને કારણે આ બાળકો આજે અહીં ઉપસ્થિત છે. આ સાથે જ તેમણે ગુજરાત સાયન્સ યુનિવર્સિટીમાં પદવી લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓના માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા. 

તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું કે, તમે જ્યારે આ શાખા પસંદ કરો છો ત્યારે લોકો તમારી સામે શંકાની નજરે જૂએ છે કે શું તમે ક્રાઈમમાં રસ ધરાવો છો? તમે એક એવા ક્ષેત્રમાં પ્રવેશ્યા છો જ્યાં તમે આજના યુગની મહત્ત્વની જરૂરિયાત પૂરી કરવા જઈ રહ્યા છો. હું આ યુનિવર્સિટીને સંચાલિત કરતા ડિરેક્ટર અને તેમના સ્ટાફને અભિનંદન પાઠવું છું. 

મને કહેવાયું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ 6000થી વધુ અધિકારીઓને ટ્રેનિંગ આપી છે. જેમાં વિવિધ દેશોના 700થી વધુ અધિકારીઓ અહીં તાલીમ મેળવી ચૂક્યા છે. તેઓ અહીંથી આ તાલીમ પ્રાપ્ત કરીને પોતાના દેશના સમાજ અને ગુનાખોરીને ડામવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. મને ગર્વ છે કે ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વૈશ્વિક સ્તરે આટલી મોટી ભૂમિકા ભજવી રહી છે. 

આજના બદલાતા સમયમાં ગુનેગાર પોતાના અપરાધને છુપાવવા માટે જે પ્રકારની પદ્ધતિઓ અપનાવી રહ્યો છે એવા સંજોગોમાં એ બાબત એટલી જ મહત્ત્વની છે કે તે જ્યારે કોઈ ગુનો આચરશે તો તે ગમે ત્યારે પકડાઈ જશે. ગુનેગારમાં પકડાઈ જવાની ભયની આ ભાવના અને અપરાધને કોર્ટમાં સાબિત કરવામાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ભૂમિકા મહત્ત્વની બની જાય છે.

આજે ઈન્ટરનેટની દુનિયા માહિતીના પ્રસારનું સાધન બની છે. પરંતુ તેની સાથે જ એક નવા પ્રકારના અપરાધ 'સાયબર અપરાધ'નો ઉદય થયો છે. આ અપરાધને કાબુમાં રાખવો દરેક દેશ માટે એક મોટો પડકાર છે. આ પ્રસંગે હું સાયબર અપરાધને રોકવામાં મદદ કરવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને વિવિધ સોફ્ટવેર બનાવવા અનુરોધ કરું છું. 

સાઈબર ક્રાઈમ દેશ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક મોટો પડકાર છે. હું સાયબર અને ડિજિટલ એક્સપર્ટ્સને દેશમાં સાયબર ક્રાઈમ રોકવામાં મદદ કરવા અપીલ કરું છું. 

વડા પ્રધાને પગી સમુદાયને યાદ કર્યો
તેમણે જણાવ્યું કે, કચ્છ અને સમુદ્રી વિસ્તારના પગી સમુદાયના લોકો લોકો રણમાં પડેલા ઊંટના પગલાના નિશાન પરથી ઓળખી જતા હતા કે ઊંટ એકલો આવ્યો હતો કે તેના પર કોઈ વ્યક્તિ બેઠી હતી કે પછી તેમના પર સામાન લાદવામાં આવ્યો હતો. 

આજે પણ પોલીસ અપરાધ રોકવામાં પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરતી હોય છે. પરંપરાગત જ્ઞાનને ટેક્નોલોજી સાથે સાંકળવું જરૂરી છે. 

ફોરેન્સિક સાયન્સ દ્વારા આપવામાં આવતા પુરાવાને કારણે અદાલતોમાં ન્યાયપ્રક્રિયા ઝડપી બની છે. 

ફોરેન્સિક સાયન્સનો વિસ્તાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. રૂ.300 કરોડના ખર્ચે ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રનો વિસ્તાર કરવા સરકારે નવો પ્રોજેક્ટ બનાવ્યો છે. ગુજરાત સરકાર પણ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીને જરૂરી આર્થિક મદદ આપવાની છે. 

દીકરીઓની કરી પ્રશંસા 
વડા પ્રધાને પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને તેમનાં ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપી હતી. તેમણે જણાવ્યું કે, આજે હું જ્યારે એવોર્ડ આપતો હતો ત્યારે એક ખાસ વાત ધ્યાનમાં આવી. છોકરાઓ ખુબ જ ઓછા જોવા મળતા હતા. આપણા દેશની દીકરીઓ જ એવોર્ડ લેવા આવી રહી હતી. તેમણે દીકરીઓને રક્ષાબંધન પર્વની પણ વિશેષ શુભેચ્છા પાઠવી હતી.

પદવીદાન સમારોહને સંબોધન કર્યા બાદ વડા પ્રધાન રાજભવન ખાતે યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેવા માટે રવાના થયા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે, ઉચ્ચ અભ્યાસક્રમોના પદવીદાન સમારોહમાં શાળાના બાળકોને આમંત્રિત જોઈએ. આથી, ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગાંધીનગર શહેર અને જિલ્લાની સરકારી શાળાઓનાં વિદ્યાર્થીઓને વિશેષ બોલાવાયા હતા. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડિરેક્ટરે કાર્યક્રમ ખુલ્લો મુક્યો હતો. તેમણે વડા પ્રધાન સહિત તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, દેશમાં પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું શ્રેય પણ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ જાય છે. જેમણે તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. 

પદવિદાન સમારંભમાં સંબોધન કરતાં અગાઉ પીએમ મોદી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 174 જેટલા વિદ્યાર્થીઓ સાથે ફોટો સેશન કર્યું હતું. ત્યાર બાદ તેઓ યુનિવર્સિટીના ડાયરેકટરની ઓફિસમાં જઇને જી.એસ.એસ.યુ.ની ભવિષ્યની રૂપરેખા બાબતે ચર્ચા કરી હતી. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આવેલા બોર્ડ રૂમમાં પીએમ મોદી 33 દેશનાં એમ્બેસેડરને પણ મળ્યા હતા અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ વડા પ્રધાન મોદીએ નવા ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, સાયબર લેબનું પણ લોકાર્પણ કર્યું હતું. અહીંથી મોદી સાયબર ડિફેન્સ સેન્ટરની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડા પ્રધાને ફાયરીંગ રેન્જ ટેસ્ટીંગ લેબોરેટરીની મુલાકાત લઈ બૂલેટ પ્રૂફ જેકેટ, ગ્લાસ ગાડી, ગાડીના બૂલેટપ્રૂફ ટાયર અને આર્મી વ્હિકલના ટેસ્ટીંગની પ્રક્રિયા જાણી હતી. 

પદવિદાન સમારંભમાં સંબોધન કરતાં અગાઉ પીએમ મોદી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના 174 જેટલા વિદ્યાર્થીઓ સાથે ફોટો સેશન કરશે. ત્યાર બાદ તેઓ યુનિવર્સિટીના ડાયરેકટરની ઓફિસમાં જઇને જી.એસ.એસ.યુ.ની ભવિષ્યની રૂપરેખા બાબતે ચર્ચા કરશે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આવેલા બોર્ડ રૂમમાં પીએમ મોદી 33 દેશનાં એમ્બેસેડરને પણ મળવાના છે અને તેમની સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્યાર બાદ વડા પ્રધાનના હાથે નવા ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, સાયબર લેબનું લોકાર્પણનો પણ કાર્યક્રમ છે. અહીંથી મોદી સાયબર ડિફેન્સ સેન્ટરની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત વડા પ્રધાન ફાયરીંગ રેન્જ ટેસ્ટીંગ લેબોરેટરીની મુલાકાત લઈ બૂલેટ પ્રૂફ જેકેટ, ગ્લાસ ગાડી, ગાડીના બૂલેટપ્રૂફ ટાયર અને આર્મી વ્હિકલના ટેસ્ટીંગની પ્રક્રિયા પણ જોવાના છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ.1727 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 1,55,551 આવાસોના વિવિધ જિલ્લાના લાભાર્તીઓને વલસાડ જિલ્લાના જુજવા ખાતેથી સામુહિક ઈ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. જૂનાગઢમાં તેમણે 250 કરોડના ખર્ચે બનેલી મેડિકલ કોલેજનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનનું ખાતમુહૂર્ત, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ખાતમુહૂર્ત, 4 કરોડના ખર્ચે બનેલ સાબલપુરના પુલનું લોકાર્પણ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ત્રણ ભવનનું લોકાર્પણ, વેરાવળમાં સરસ્વતી ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ, પોલિટેકનિક ઇન એગ્રો પ્રોસેસીંગ બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું હતું. 

પીએમ મોદીએ જૂનાગઢમાં જણાવ્યું હતું કે, આજે હું જોતો હતો કે અહીં ઉત્સાહનું મોજુ ફરી રહ્યું છે. દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કેમ ન હોય? એ આપણે સપનું જોયું અને હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છીએ. મધ્યમ વર્ગના પરિવાર માટે દવામાં જતા રૂપિયા અટકાવવા માટે આપણે જન ઔષધિ કેન્દ્રો સરૂ કર્યા છે. જેમાં આપણે પૈસા બચાવી રહ્યા છીએ. પરંતુ અગાઉની સરકારોને જનતાની ચિંતા ન હતી. આજે આપણે એક પહેલ કરી અને દેશભરમાં જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. આ દવા ઉત્તમ જ છે. સામાન્ય માનવી આ દવા લે છે અને ખોટા ખર્ચાથી બચી રહ્યો છે. 

વલસાડમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ગુજરાતની બહેનો પોતાના ઘરમાં પ્રવેશ કરી રહી હતી અને જયારે હું તેમની સાથે વાતો કરતો હતો ત્યારે તેમના મુખ પર જે આત્મવિશ્વાસ જોવા મળ્યો તેનાથી મને આવતીકાલના ઉજ્જવળ ગુજરાતના દર્શન થતા હતા.એક જ દિવસમાં એક જ કલાકમાં 500 કરોડ રૂ. ના ખર્ચે વિકાસના વિવિધ કાર્યોનું જે ખાતમુહુર્ત તથા લોકાર્પણ થઇ રહ્યું છે તે આપણો દેશ બદલાઈ રહ્યો છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. 

પીએમના કાર્યક્રમને લઇને કેટલાક કાર્યકર્તાઓને નજરકેદ કરાયા
વડાધાન નરેન્દ્ર મોદીના વલસાડના કાર્યક્રમને લઈ વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ ભાર્ગવ દવે સહિત, ઇરફાન કાદરી અને સંદીપ ગોસ્વામીને ડિટેઇન કરાયા છે. આ ત્રણેય કોંગ્રેસના કાર્યકર્તાને વલસાડ એલસીબી પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. આ તરફ પીએમનો વિરોધ બીટીએસ દ્વારા ન કરાય તે માટે નવસારી જિલ્લા ભીલીસ્થાન ટાઈગર સેનાના પ્રમુખ પંકજ પટેલને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી વલસાડ આવવાના હોવાથી ચીખલી પોલીસે તેમને નજર કેદ કર્યા છે. જૂનાગઢમાં પણ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 70થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાયતમાં લેવાયા હતા. 

પીએમ મોદીનો વિગતવાર પ્રવાસ
વડાપ્રધાન વલસાડથી બપોરે ૧૨.૩૦ કલાકે જૂનાગઢ જવા રવાના થશે અને ૨.૨૫ વાગ્યે જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ કોલેજ મેદાન આવી પહોંચશે. જૂનાગઢમાં તેઓ રૂ. ૨૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત  ૩૦૦ બેડની સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પોલીટેકનિક ઈન એગ્રો પ્રોસેસિંગ બિલ્ડીંગ, નવી ફિશરીઝ કોલેજના  ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્ધાટન કરશે. તેમજ સોરઠ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનો લોકાર્પણ અને જૂનાગઢ મહાનગરપાલિકાના ૩ વિકાસ કામોના ભૂમિપૂજન-લોકાર્પણ કર્યાં બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન એક જ દિવસમાં જૂનાગઢમાં રૂ. ૪૫૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ભૂમિપૂજન સંપન્ન કરવાના છે.

ત્યાર બાદ તેઓ સાંજે ૬.૦૦ કલાકે ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ્સ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે. ત્યારબાદવડા પ્રધાન મોદી સાંજે ૭.૩૦ વાગ્યે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક પૂર્ણ થયે ૮.૩૦ કલાકે અમદાવાદ જવા રવાના થશે. તેઓ રાત્રે ૯.૦૦ વાગ્યે અમદાવાદ હવાઈ મથકેથી ભારતીય વાયુદળના વિમાનમાં નવી દિલ્હી પરત જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news