Vibrant Summit 2019 : ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે 3D લેસર શોનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદી

રાજ્યની રાજધાની ગાંધીનગરમાં વિધાનસભા બિલ્ડિંગની બરાબર સામેના ભાગમાં મહાત્મા મંદિર સાઈટ બનાવવામાં આવેલી છે, જ્યાં નમકના ઢગલાના આકારની એક દાંડી કુટીર બનાવાઈ છે, જ્યાં આ લેસર શો દર્શાવવામાં આવશે 

Vibrant Summit 2019 : ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે 3D લેસર શોનું ઉદ્ઘાટન કરતા વડા પ્રધાન મોદી

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલી દાંડી કુટરી પર દર્શાવાના 3D લેસર શોનું શુક્રવારે સાંજે ઉદ્ઘાટન કર્યું હતું. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં વિધાનસભા બિલ્ડિંગની બરાબર સામેના ભાગમાં મહાત્મા મંદિર સાઈટ બનાવવામાં આવેલી છે, જ્યાં નમકના ઢગલાના આકારની એક દાંડી કુટીર બનાવાઈ છે, જ્યાં આ લેસર શો દર્શાવવામાં આવશે.
 
ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીજીના જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. 

આ ફિલ્મમાં ગાંધીજીની સંપૂર્ણ જીવન યાત્રા બતાવામાં આવી છે. ફિલ્મમાં ગાંધીજીના આદર્શો, સિદ્ધાંતો, દાંડીયાત્રા, સામાજિક સુધારણા, સામાજિક સમરસતા સહિતના પ્રયાસોને વિવિધ તસવીરોનાં 3D પ્રોજેક્શન અને સબટાઈટલ સાથે રજૂ કરવામાં આવ્યા છે. મહત્મા મંદિર સાઈટ ખાતે બનાવવામાં આવેલી પિરામીડ આકારની દાડી કુટીર પર આ ફિલ્મ દર્શાવવામાં આવશે.

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલા આ પ્રોજેક્શન માટે 16 લેસર પ્રોજેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019ના ભાગરૂપે આ 3D લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે આ લેસર શોનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે-સાથા આ લેસર શો નિહાળવા માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત રાજય સરકારના તમામ મંત્રીઓ અને વાઈબ્રન્ટ સમિટ 2019માં ભાગ લેવા આવેલા તમામ વિદેશી મહેમાન ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news