PM નરેંદ્ર મોદીનું રવાંડામાં ભવ્ય સ્વાગત, ભારતે કરોડોની લોન આપવાની ઓફર

વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ત્રણ આફ્રિકા દેશોની યાત્રા પર રવાંડા પહોંચ્યા. અહીં આજે તેમણે રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમે સાથે વિસ્તૃત વાતચીત કરી અને વેપાર તથા કૃષિ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી. વડાપ્રધાને રવાંડા માટે 20 કરોડ ડોલરના લોનની ઓફર પણ કરી. વડાપ્રધાનનું વિમાન સોમવારે સાંજે રાજધાની કિગલીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોદીની બે દિવસીય રવાંડા યાત્રા પોતાનામાં મહત્વપૂર્ણ છે. આ કોઇ ભારતીય વડાપ્રધાનમંત્રીની રવાંડાની પહેલી યાત્રા છે. 
PM નરેંદ્ર મોદીનું રવાંડામાં ભવ્ય સ્વાગત, ભારતે કરોડોની લોન આપવાની ઓફર

કિગલી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ત્રણ આફ્રિકા દેશોની યાત્રા પર રવાંડા પહોંચ્યા. અહીં આજે તેમણે રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમે સાથે વિસ્તૃત વાતચીત કરી અને વેપાર તથા કૃષિ ક્ષેત્રે સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી. વડાપ્રધાને રવાંડા માટે 20 કરોડ ડોલરના લોનની ઓફર પણ કરી. વડાપ્રધાનનું વિમાન સોમવારે સાંજે રાજધાની કિગલીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મોદીની બે દિવસીય રવાંડા યાત્રા પોતાનામાં મહત્વપૂર્ણ છે. આ કોઇ ભારતીય વડાપ્રધાનમંત્રીની રવાંડાની પહેલી યાત્રા છે. 

રાષ્ટ્રપતિ કાગમે સાથે વાતચીત બાદ મોદીએ જાહેરાત કરી કે ભારત ટૂંક સમયમાં રવાંડામાં પોતાનું દૂતાવાસ ખોલશે. બંને દેશોએ ચામડા તથા તેના સંબંધ ક્ષેત્રો તથા કૃષિ કરાર ક્ષેત્રમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. 

— ANI (@ANI) July 23, 2018

ભારતે ઘણા ઔદ્યોગિક પાર્કના વિકાસ તથા રવાંડામાં કિગાલી વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઇઝેડ)માટે 10 કરોડ ડોલર અને કૃષિ માટે 10 કરોડ ડોલરની લોનની ઓફર કરી. પ્રક્રિયા પૂર્ણ આ મહાદ્વીપમાં ભારતની પહોંચ કાયમ રાખવાના ઇરાદે મોદી આફ્રીકાના ત્રણ દેશોની પોતાની યાત્રાના પહેલા તબક્કામાં આજે રવાંડા પહોંચ્યા. મોદી આ પહેલાં પૂર્વી આફ્રીકી દેશની યાત્રા કરનાર પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વડાપ્રધાનનું વિમાન ઉતરતાં રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમેએ તેમનું સ્વાગત કર્યું. 

— ANI (@ANI) July 23, 2018

વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું ''આ એક ઐતિહાસિક યાત્રા છે જેની શરૂઆત વિશેષ રહી. રાષ્ટ્રપતિ પોલ કાગમેએ પોતે વડાપ્રધાન નરેંદર મોદીનું રવાંડામાં સ્વાગત કર્યું. મોદીની બે દિવસીય રવાંડા યાત્રા પોતાનામાં મહત્વપૂર્ણ છે. આ કોઇ ભારતીય વડાપ્રધાનની પહેલી યાત્રા છે. રવાંડા આફ્રીકીની ઝડપથી વધતી જતી અર્થવ્યવસ્થામાંનું એક છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કર્યું કે ''એક નજીકના મિત્ર તથા રાજકીય ભાગીદાર દ્વારા વિશેષ સ્વાગત, ત્રણ દેશોની યાત્રાના પહેલા તબક્કામાં રવાંડા પહોંચેલા વડાપ્રધાન નરેંદ્ર મોદીનું રવાંડાના રાષ્ટ્રપતિ પોલ કાગમેએ કિગાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્વાગત કર્યું. કોઇપણ ભારતીય ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ રવાંડા યાત્રા છે. 

— Raveesh Kumar (@MEAIndia) July 23, 2018

— ANI (@ANI) July 23, 2018

નરેંદ્ર મોદી રવાંડામાં બિઝનેસમેન અને ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન ત્યાં ''જિનોસાઇડ મેમોરિયલનો પ્રવાસ કરશે અને કાગમે દ્વારા શરૂ કરવામાં આવેલી રવાંડાની એક આંતરરાષ્ટ્રીય સામાજિક સુરક્ષ યોજના ''ગિરીંકા (પ્રતિ પરિવાર એક ગાય) પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. 

— Raveesh Kumar (@MEAIndia) July 23, 2018

વિદેશ મંત્રાલયમાં સચિવ (આર્થિક સંબંધ) ટી એસ તિરૂમર્તિએ કહ્યું કે આ દરમિયાન ભારત અને રંવાડા વચ્ચે એક રક્ષા સહયોગ કરાર થવાની આશા છે. તેમણે કહ્યું કે ભારત ટૂંક સમયમાં રવાંડામાં પોતાનું મિશન પણ ખોલશે. તેમણે કહ્યું કે ''યાત્રા દરમિયાન અમને બે મહત્વપૂર્ણ સુવિધાઓ પર કરાર થવાની આશા છે.  

'મોદીની આ યાત્રા ચીનના વડાપ્રધાન શી ચિનફિંગની રવાંડા યાત્રાના થોડા દિવસો જ બાકી છે. વડાપ્રધાનમંત્રી ત્યારબાદ કાલે યુગાંડાની યાત્રા પર જશે. યુગાંડાની આ યાત્રા 1997 બાદ કોઇ ભારતીય વડાપ્રધાનની પ્રથમ યાત્ર હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news