રાજભવનમાં યોગ કર્યા બાદ ફાફડા-જલેબી-ગાઠિયાનો નાસ્તો કરવાનું ન ભૂલ્યા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમના આ પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી વિશ્વના ગમે તે ખૂણામાં હોય, દિવસભર ગમે તેટલા વ્યસ્ત રહ્યા હોય, અને રાત્રે મોડે સુધી કામ કર્યું હોય, તેમ છતાં પણ વહેલી સવારે ઉઠીને યોગ કરવાનું ભૂલતા નથી. 

રાજભવનમાં યોગ કર્યા બાદ ફાફડા-જલેબી-ગાઠિયાનો નાસ્તો કરવાનું ન ભૂલ્યા

હિતલ પારેખ/ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમના આ પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી વિશ્વના ગમે તે ખૂણામાં હોય, દિવસભર ગમે તેટલા વ્યસ્ત રહ્યા હોય, અને રાત્રે મોડે સુધી કામ કર્યું હોય, તેમ છતાં પણ વહેલી સવારે ઉઠીને યોગ કરવાનું ભૂલતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પણ રાજભવનમાં વહેલી સવારે ઉઠીને યોગ કર્યા હતા. તો તેના બાદ નાસ્તામાં ફાફડા જલેબી, ગાંઠિયા અને મેથીના થેપલાની લિજ્જત માણી હતી. ગુજરાતમાં હોઈ તેમણે ફુલ ગુજરાતી નાસ્તો આરોગ્યો હતો. 

પીએમ મોદીના આજના કાર્યક્રમો
સોમવારે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદી આજે પણ કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સવારે 10 વાગ્યે તેઓ અડાલજ ખાતે અન્નપૂર્ણાધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. જ્યાં શૈક્ષણિક સંકુલનું પણ ભૂમિપૂજન કરશે. પંચતત્વો આધારિત આ મંદિર બનાવવામાં આવ્યું છે. અડાલજના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી વસ્ત્રાલ પહોંચશે. જ્યાં 11.30 કલાકે શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે અને અહીં જનસભાને પણ સંબોધન કરશે. ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને અમદાવાદથી રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે દિવસભરના કાર્યક્રમો પૂરા કરીને પીએમ મોદી તેમની માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબાના ખબર અંતર પૂછીને તેમના આર્શીવાદ લીધા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news