સિહોરના આંબલા ગામે પેરોલ પર છુટેલા કેદીએ પત્ની સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

આંબલા ગામે રહેતા ચકુભાઇએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલી દોડી આવી હતી. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઇ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. પેરોલ પર છુટીને આવ્યા બાદ પત્ની સાથે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો માતા પિતા વિહોણા બન્યા છે. 
સિહોરના આંબલા ગામે પેરોલ પર છુટેલા કેદીએ પત્ની સાથે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

સિહોર : આંબલા ગામે રહેતા ચકુભાઇએ પત્ની ભાવુબેન સાથે ડુંગરાળ વિસ્તારમાં ઝાડ સાથે સાડી બાંધી સામુહિક આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલી દોડી આવી હતી. બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચકુભાઇ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. પેરોલ પર છુટીને આવ્યા બાદ પત્ની સાથે આપઘાત કરી લેતા ત્રણ સંતાનો માતા પિતા વિહોણા બન્યા છે. 

ચકુભાઇ પેરોલ પર બહાર હોવાના કારણે આજે તેમણે જેલમાં હાજર થવાનું હતું. આ બનાવની વિગત મળતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. સોનગઢ પોલીસે બંન્નેના મૃતદેહ નીચે ઉતારી પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આંબલા ગામના ચકુભાઇ રામજીભાઇ વાઘેલા ગુનામાં સજા કાપી રહ્યા હતા. 

જો કે પેરોલ પર બહાર હોય અને આજે તેમની પેરોલ પુર્ણ થઇ રહી હોવાના કારણે તેઓ પોતાની પત્નીને લઇને નિકળી ગયા હતા. ત્યારબાદ ડુંગરાળ વિસ્તારમાં જઇ એક ઝાડ પર સાડી વડે ગળેફાંસો ખાઇ બંન્નેએ આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news