દક્ષિણ ગુજરાત પછી હવે ભીંજાયું સૌરાષ્ટ્ર, 'આ' જગ્યાઓ પર મેઘમહેર
સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પ્રિમોન્સુન એકેટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી
Trending Photos
રાજકોટ : સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પ્રિમોન્સુન એકેટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અસહ્ય ગરમીથી લોકોએ રાહત મેળવી હતી. નોંધનીય છે કે તાજેતરમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડ્યો હતો અને હવે સૌરાષ્ટ્રમાં અમીછાંટણા થયા છે. જોકે કમોસમી ઝાપટા પડતાં ચોમાસું ખેંચાશે તે બીકે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ગીરમાં હજી આંબા પર કેરીઓ હોવાથી તેમાં બગાડ થવાની બીકે આંબાના બગીચા ધરાવતા લોકોમાં પણ ચિંતા પ્રસરી હતી.
નોંધનીય છે કે સોરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આ સિવાય વાજડી, ઘોકડવા, તુલસીશ્યામમાં વરસાદ નોંધાયો હતો. અમરેલીના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા તેમજ સાવરકુંડલાના આંબરડી, થોરડી, જાબાળમાં વરસાદ પડ્યો હતો. ખાંભાના કેટલાંક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
નોંધીય છવિજય રૂપાણીની આગેવાની વાળી ગુજરાતની ભાજપ સરકાર 31 મેના રોજ ભગવાન ઈન્દ્ર અને વરૂણદેવને સારા વરસાદ માટે રીઝવવા માટે ૩૧ જિલ્લાઓ અને આઠ મુખ્ય શહેરોમાં પરજન્ય યજ્ઞ કરાવશે. ઉલ્લેખનીય છે કે પાછલા એક મહિનાથી ચાલતા ગુજરાત સરકારના સુજલામ સુફલામ જળ અભિયાનના અંતિમ દિવસે એટલે કે 31મી મેના રોજ પરજન્ય યજ્ઞો કરાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે