પ્રથમ વરસાદે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ, ભરૂચ જિલ્લામાં 12 કલાકમાં 42 ઇંચ વરસાદ

સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં લગભગ 42 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ નેત્રંગ, વાલિયામાં નોંધાયો. જ્યારે આમોદ અને ઝઘડિયા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.

પ્રથમ વરસાદે ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ, ભરૂચ જિલ્લામાં 12 કલાકમાં 42 ઇંચ વરસાદ

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં લગભગ 42 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદ નેત્રંગ, વાલિયામાં નોંધાયો. જ્યારે આમોદ અને ઝઘડિયા વિસ્તારમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. નેત્રંગમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે વાલિયામાં લગભગ 5.25 ઇંચ, અંકલેશ્વરમાં સાડા ત્રણ ઇંચ જ્યારે આમોદ, ઝઘડિયા, હાંસોટ અને જંબુસરમાં સામાન્ય વરસાદ રહ્યો જ્યારે ભરૂચ શહેરમાં લગભગ સવા એક ઇંચ વરસાદ નોંધાયો.

આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ કરી દેવાયા છે. સાથે જ ભાવનગર સહીતના શહેરોમાં NDRFની ટીમને સ્ટેન્ડ ટુ રાખી દેવામાં આવી છે... તો સાથે જ હવામાન વિભાગે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ત્યારે સોમવારે વલસાડમાં પડેલા સાર્વત્રિક વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 11.5 ઈંચ અને કપરાડામાં 11.8 ઈંચ વરસાદ પડ્યો છે. તો પારડીમાં 9.6 ઈંચ, વાપીમાં 10 ઈંચ, ઉમરગામમાં 8.3 ઈંચ અને ધરમપુરમાં 8.6 ઈંચ વરસાદ નોંધાયો છે.

વડોદરામાં 4 ઈંચ વરસાદ
ગણતરીના કલાકોમાં જ શહેરમાં 4 ઈંચ વરસાદ થતા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સિવાય વડોદરાના વિવિધ તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. હવામાન ખાતા દ્વારા 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. નાના બાળકોથી લઇ મોટા લોકો વરસાદને માણવા માટે માર્ગો ઉપર નીકળી ગયા હતા. કેટલાંક લોકો ચાલતા તો કેટલાંક લોકો વ્હિકલો લઇને વરસાદને માણવા માર્ગો ઉપર નીકળી ગયા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. વેપાર ધંધા ઉપર અસર જોવા મળી હતી.

જે આગાહીના પગલે શહેરમાં સવારથી વરસાદી વાદળોની ફૌજ ઉમટી પડી હતી. બપોરે દોઢ વાગે સમગ્ર શહેર કાળા ઢીંબાગ વાદળોથી ઢંકાઇ ગયું હતું. અને ગણતરીના મિનીટોમાંજ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદ શરૂ થતાં જ શહેરીજનો ખૂશખુશાલ થઇ ગયા હતા. શહેરમાં 4 ઈંચ વરસાદ થતા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

અમદાવાદમાં વરસાદી ઝાપટા
રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટાથી લઇને વરસાદી ઝાપટું પડ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 37.3 અને લઘુતમ તાપમાન 27.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં તેમજ ડસ્ટ સ્ટોર્મ કે થંડર સ્ટોર્મની શક્યતા છે.

આજે સવારે 9 વાગે પૂર્ણ થતાં 24 કલાક દરમિયાન વરસેલા વરસાદના આંકડા : 
ગોધરા 46 MM
કાલોલ 61 MM
હાલોલ 40 MM
જાંબુઘોડા MM
ઘોઘંબા 19 MM
શહેરા 42 MM
મોરવા હડફ 07 MM

ક્યાં કેવી આગાહી

26 જૂન: દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારો જેવા કે, વલસાડ, નવસારી, તાપી, સુરત, ડાંગ, દમણમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે

27 જૂન: આણંદ, સુરત, વડોદરા, નર્મદા, ભરુચ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સૌરાષ્ટ્રનાં અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ. જ્યારે મધ્યમ ગુજરાતમાં વરસાદી ઝાપટાંથી હળવો વરસાદ.

28 જૂન: વલસાડ, નવસારી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news