રાજકોટઃ કાલાવડ રોડ પર યુવતીની હત્યા, કપાયેલા અંગો મળી આવ્યા

પોલીસે તપાસ કરતા પ્રાથમિક માહિતી મુજબ આ લાશના અવશેષો મહિલાના હોવાનું સામે આવ્યું છે. 
 

 રાજકોટઃ કાલાવડ રોડ પર યુવતીની હત્યા, કપાયેલા અંગો મળી આવ્યા

રાજકોટઃ શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. આજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા અવધ બંગલા પાસેથી માનવ કંકાળ મળી આવ્યું છે. આ ઘટનાની માહિતી મળતા સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે આ કંકાલ મહિલાનું છે. કોઈ કટકા કરીને અહીં નાખી ગયું છે. પ્રાથમિક વિગતો અનુસાર મહિલાની હત્યા કરીને લાશ કોઈ અહીં ફેંકીને જતું રહ્યું છે. ત્યારબાદ આ અવાવરૂ જગ્યામાં કોઈ પ્રાણીઓ આ લાશને ખાઈ ગયા હોય તેમ માત્ર કંકાલ ગાથ લાગ્યું છે. તો જુદી-જુદી જગ્યાએથી મહિલાના વાળા, દુપટ્ટો, વસ્ત્રો, અને હાડકાં મળી આવ્યા છે. 

આ ઘટનાની જાણ થતા લોધિકા પોલીસ અને તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા પ્રાથમિક માહિતી મુજબ આ લાશના અવશેષો મહિલાના હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે. આ માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે. આ સાથે આ મહિલા કોણ છે. કોણે હત્યા કરી, લાશ અહીં કોણ નાખી ગયું છે. તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news