‘મારી આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જવાબદાર...’ મરતા પહેલા પાટીદાર ઉદ્યોગપતિએ વોટ્સએપ પર બધાને સ્યૂસાઈડ નોટ મોકલી

રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન, એડવોકેટ, બિલ્ડર મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહેન્દ્ર ફળદુએ ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ લખીને મોત વ્હાલુ કર્યુ હતું. જેમાં તેમણે રાજકોટ અને અમદાવાદના બિલ્ડર્સને જવાબદાર ગણ્યા છે. 30 થી 33 કરોડના મિલકતોના દસ્તાવેજો નહિ કરી આપતા ટેન્શનમાં આવેલા મહેન્દ્ર ફળદુએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. 

‘મારી આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જવાબદાર...’ મરતા પહેલા પાટીદાર ઉદ્યોગપતિએ વોટ્સએપ પર બધાને સ્યૂસાઈડ નોટ મોકલી

ગૌરાંગ દવે/રાજકોટ :રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન, એડવોકેટ, બિલ્ડર મહેન્દ્ર ફળદુએ પોતાની જ ઓફિસમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહેન્દ્ર ફળદુએ ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ લખીને મોત વ્હાલુ કર્યુ હતું. જેમાં તેમણે રાજકોટ અને અમદાવાદના બિલ્ડર્સને જવાબદાર ગણ્યા છે. 30 થી 33 કરોડના મિલકતોના દસ્તાવેજો નહિ કરી આપતા ટેન્શનમાં આવેલા મહેન્દ્ર ફળદુએ આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. 

કોના કોના નામ ચિઠ્ઠીમાં લખ્યા
મહેન્દ્રભાઈ ત્રણ પાનાની સ્યૂસાઈડ નોટ લખી હતી. જેને મરતા પહેલા અનેક સંબંધીઓને પણ મોકલી હતી. પ્રેસનોટમાં આત્મહત્યા માટે સૌથી પહેલા જેમને જવાબદાર ગણવામાં આવ્યા છે તેમાં રાજકોટ અને અમદાવાદના બિલ્ડરોના નામ છે. જેમાં અમદાવાદના ઓઝોન ગ્રૂપના જયેશકુમાર કાંતિલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રણય કાંતિલાલ પટેલના નામ છે. તેમજ રાજકોટના બિલ્ડર એમએ પટેલ, અતુલ મહેતા, અમિત ચૌહાણના નામ પણ સામેલ છે.  

મારી આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જવાબદાર
આશ્ચર્યની વાત તો એ છ કે, મહેન્દ્રભાઇએ મૃત્યુ પહેલા અખબારો ઉપર એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે, "હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસ નોટ મુજબ આત્મહત્યા કરી રહ્યો છું. આ આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જ જવાબદાર છે. મારી ૩૩ કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. મારા ગ્રૂપના સીતેર કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ,અતુલ મહેતા અને અમદાવાદ લોકો જ જવાબદાર છે. મને ખુબજ હેરાન કરેલ છે. મારા ઉપર ફરિયાદો કરે છે, ધમકીઓ આપે છે, મને મારવા માટે દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે. મારું અને મારા પરિવારનો હવે વિશ્વાસ આપ પ્રેસ ઉપર છે. અમોને ન્યાય અપાવજો

સ્યૂસાઈડ નોટ મીડિયાને મોકલી
મહેન્દ્ર ફળદુએ મરતા પહેલા મોટું પગલુ લીધુ હતું. તેમણે ત્રણ પાનાંના ટાઈપ કરેલી સ્યૂસાઈડ નોટ પોતાના મિત્રો, સ્વજનોને વોટ્સએપથી મોકલી હતી. સાથે જ મીડિયાને પણ આ સ્યૂસાઈડ નોટ પ્રેસનોટ તરીકે મોકલી હતી. મહેન્દ્ર ફળદુ રાજકોટવાસીઓ માટે પ્રખ્યાત છે. તેઓ પાટીદાર આગેવાન હોવાની સાથે ક્લબ યુવી, ઉમિયા મંદિર સિદર, સરદાર ધામ, વીવાયઓ હવેલી પંથ સહિત અનેક મોટી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમણે પ્રેસનોટમાં લખ્યુ કે, તેમણે રાજકોટ અને અમદાવાદના બિલ્ડર્સ સાથેમળીને અમદાવાદના બાવળા તાલુકાના બદલાણામાં પાંચ વાર જગ્યામાં ‘ધ તસ્કર બીચ સિટી’ પ્રોજેક્ટમાં રોકાણ કર્યુ હતુ. જેમાં મહેન્દ્ર ફળદુના સંબંધીઓએ 1 લાખ વાર જમીનમાં બુકિંગ કરાવ્યુ હતું. સાથે જ તેનુ 3 કરોડ જેટલુ પેમેન્ટ પણ વર્ષ 2017 માં ચૂકવ્યુ હતું. પરંતુ બાદમાં વિવાદ સામે આવતા તેમણે રકમ પરત માંગી હતી. પરંતુ બાકીના બિલ્ડરોએ રકમ આપી ન હતી. કંપનીના ડાયરેક્ટર્સ સમાધાનને બદલે ધમકી આપવા લાગ્યા હતા. સાથે જ બાકીના બિલ્ડર રાજકીય સંબંધો બતાવીને ધમકી આપવા લાગ્યા હતા. આમ, માતબર રકમની જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી તેઓ જમીનના દસ્તાવેજ કરતા ન હતા. બીજી તરફ, રોકાણ કરનારાએ મહેન્દ્રભાઈનો સંપર્ક કરવાનુ શરૂ કર્યુ હતું. જેને કારણે મહેન્દ્રભાઈ સતત ટેન્શનમાં રહેતા હતા. આ કારણે, મહેન્દ્રભાઈએ આત્મહત્યાનુ અંતિમ પગલુ ભર્યુ હતું. 

સ્ટાફને મોડો બોલાવ્યો, જેથી આત્મહત્યા કરી શકે
ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર ફળદુને સંતાનમાં એક જ દીકરો છે જેનું નામ પ્રિયાંક ફળદુ છે. એ પણ પિતાના વ્યવસાયમાં સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા જ તેમના લગ્ન થયા હતા. ગઇકાલે રાત્રિના મહેન્દ્ર ફળદુએ ઓફિસ સ્ટાફને સવારે ઓફિસ મોડું આવવા માટે સૂચના આપી હતી અને પોતે સવારે 8.30 વાગ્યે ઘરેથી નીકળી સીધા ઓફિસ પહોંચ્યા હતા અને ઓફિસ પહોંચી આત્મહત્યા કરી લીધી હતી. 10 વાગ્યે તેમનો ડ્રાઈવર ઉપર ઓફિસમાં ગયો હતો, જ્યાં તેઓ મૃત મળી આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news