સિમ્બા સ્ટાઈલમાં વીડિયો બનાવી રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ કાયદા-નિયમોને ઘોળીને પી ગયો

પોલીસ ઓફિસરનો ટિકટોક વીડિયોથી ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક પછી એક પોલીસ ઓફિસર્સના ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ પોલીસ ઓફિસરનો વીડિયો ચોંકાવી દે તેવો છે. ફરી એકવાર રાજકોટ પોલીસ કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કોન્સ્ટેબલ એક્ટર રણવીર સિંહની ફિલ્મ સિમ્બાની સ્ટાઈલ મારી રહ્યો છે. 

સિમ્બા સ્ટાઈલમાં વીડિયો બનાવી રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ કાયદા-નિયમોને ઘોળીને પી ગયો

સત્યમ હંસોરા/રાજકોટ :પોલીસ ઓફિસરનો ટિકટોક વીડિયોથી ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક પછી એક પોલીસ ઓફિસર્સના ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ પોલીસ ઓફિસરનો વીડિયો ચોંકાવી દે તેવો છે. ફરી એકવાર રાજકોટ પોલીસ કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કોન્સ્ટેબલ એક્ટર રણવીર સિંહની ફિલ્મ સિમ્બાની સ્ટાઈલ મારી રહ્યો છે. 

રાજકોટ : પોલીસ વાન પર બેસી હીરોગીરી કરતો ટિકટોક વીડિયો બનાવનારા 2 પોલીસ ઓફિસર સસ્પેન્ડ 

રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યરાજ ઝાલાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસની વર્દી પહેરીને સિમ્બા સ્ટાઈલ મારી રહ્યો છે. આ યુવા કોન્સ્ટેબલ નિયમોની ઐસીતૈસી કરતો દેખાયો. જેમાં તેણે ફોરચ્યુનર કારમાં બોનેટ પર બેસીને ચાલુ ગાડીમાં વીડિયો બનાવ્યો છે, તો ચાલુ ગાડીમાંથી પણ ઉતરતો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો 3 મિનીટથી વધુનો છે. જેમાં દિવ્યરાજ ઝાલા ફિલ્મી સ્ટાઈલ અને અદા કરતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ વાન પર બેસીને ટિકટોક બનાવનાર રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કરાયાની ઘટના હજી તાજી છે. ગણતરીના કલાકો પહેલા જ તેઓના સસ્પેન્ડના સમાચાર આવ્યા છે, ત્યાં તો હવે હીરોગીરી કરતો વધુ એક પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો આવ્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે, હવે આ પોલીસ કોન્સ્ટેબલ સામે શું પગલા લેવાશે.

આબેહૂબ સિમ્બા સ્ટાઈલ કરી
જેમ ફિલ્મોમાં હીરોની એન્ટ્રી બતાવે છે, તેમ દિવ્યરાજ ઝાલાએ વીડિયોની શરૂઆતમાં પોતાની એન્ટ્રી બતાવી છે. હાથમાં ઘડિયાળ પહેરતો, પોલીસનો બેજ પણ આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તો બીજી તરફ, કોઈ પ્રોફેશલ કેમેરામેન દ્વારા આ વીડિયો બનાવાયો હોવાનું પણ દેખાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, સૌથી પહેલા મહેસાણા જિલ્લાની મહિલા પોલીસ અર્પિતા ચૌધરીએ ટીકટોક પર પોતાનો વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. આ વીડિયો બાદ ભારે ચકચાર મચી હતી, અને બીજા અને ગુજરાત પોલીસ ઓફિસરોએ બનાવેલા અન્ય વીડિયો પણ સામે આવ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news