રાજકોટઃ બાળકના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોસી જ નીકળ્યો આરોપી

અપહરણ અને હત્યાની આ ઘટના ગત શુક્રવારની છે. ત્યારે પોલીસના હાથે અપહરણના સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે.

   રાજકોટઃ બાળકના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો, પાડોસી જ નીકળ્યો આરોપી

રાજકોટઃ થોડા દિવસ અગાઉ થયેલ બાળકના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે મૃતકના પાડોશમાં રહેતા શખ્સની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. 

પાડોસમાં રહેતો નિકુંજ ગોસ્વામી એક માસૂમના અપહરણ અને હત્યાનો આરોપી છે. તેણે પોતાની જ પાડોશમાં રહેતા હેતનું અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. તેણે ગત શુક્રવારે શાપરની શાંતિધામ સોસાયટીમાં રહેતા હેત વાઢેરનું તેના ઘર નજીકથી જ અપહરણ કરી લીધુ હતુ.  ત્યારબાદ આ માસૂમ બાળકની હત્યા કરી તેની લાશ રિબડા રેલવે ફાટક નજીક ફેંકી દીધી હતી. 

અપહરણ અને હત્યાની આ ઘટના ગત શુક્રવારની છે. ત્યારે પોલીસના હાથે અપહરણના સીસીટીવી ફૂટેજ પણ લાગ્યા છે. જેમાં નિકુંજ હેતને એક્ટિવા પર લઈ જતો નજરે પડે છે. ત્યારબાદ તે એક કારમાં નિકુંજનું અપહરણ કરીને લઈ જાય છે અને માસૂમને મોતને ઘાટ ઉતારી નાખે છે. 

આરોપી તો પોલીસ સકંજામાં આવી ગયો. પરંતું તેણે આ હત્યા કેમ કરી ખંડણી માટે કે પછી અંગત અદાવત માટે તેનો ખુલાસો નથી થયો. આ ઉપરાંત ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news