125 વર્ષમાં પહેલીવાર રાજકોટની ગરુડ ગરબીની પરંપરા તૂટશે, જ્યાં બાળાઓને બીમારી થતી નથી તેવી માન્યતા છે

125 વર્ષમાં પહેલીવાર રાજકોટની ગરુડ ગરબીની પરંપરા તૂટશે, જ્યાં બાળાઓને બીમારી થતી નથી તેવી માન્યતા છે
  • છેલ્લા 125 વર્ષથી રાજકોટમાં ગરુડની ગરબીનું આયોજન કરવામાં આવતું હતું.
  • દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના રામનાથપરામાં દરબારગઢ પાસે આઝાદી પહેલા સ્થપાયેલી ગરુડની ગરબીને પણ આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. આ વર્ષે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી આયોજકો દ્વારા ગરબીનું આયોજન ન કરવા નિર્ણય લેવાયો છે. છેલ્લા 125 વર્ષથી રાજકોટમાં ગરુડની ગરબીનું આયોજન કરવામાં આવતું હતું.

આ ગરબી ઈતિહાસ પર નજર કરીએ તો, લાખાજીરાજ બાપુના હસ્તે આ ગરબી શરૂ કરાઈ હતી. એ સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી માન્યતાના આધારે લાકડાનું ગરુડ બનાવાયું હતું. તેમાં દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરેલી દીકરીઓ બેસતી અને ગરુડ નીચે ઉતરતું હતું. આજે 125 વર્ષ પછી અર્વાચીન રાસોત્સવ વચ્ચે પણ આ ગરબીનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આ ગરબીને નિહાળવા 10 હજારથી વધુ લોકો સમગ્ર રાજકોટમાંથી આવતા હતા.

  • મશાલ રાસ
  • ત્રિશૂલ રાસ
  • રાંદલમાનો રાસ
  • મહાકાળીનો રાસ
  • મહિષાસુર રાસ
  • કાન-ગોપી રાસ
  • હનુમાન, વાનર પાત્રો

આ પણ વાંચો : ઈડરના બજારમાં સ્વંયભૂ લોકડાઉન, રીક્ષા ફેરવીને માઈક પર કરાઈ બજાર બંધની જાહેરાત

rajkot_garud_garbi_zee2.jpg

ગરુડમાં બેસનારી બાળાઓને ગંભીર બીમારી નથી થતી

એ સમયે દરબારગઢની ઉપરથી મા જગદંબા નીચે ગરબી રમવા આવે છે તેવી પ્રચલિત માન્યતાના આધારે આજે પણ બાળાઓને ગરુડમાં બેસાડીને સ્ટેજ પર લવાય છે. વર્ષોથી એવી પણ માન્યતા છે કે ગરુડમાં બેસીને સ્ટેજ પર આવીને રાસ રમતી બાળાઓને આજીવન કોઈ ગંભીર બીમારી થતી નથી. એને માતાજીનું સત માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news