ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ રીતે પોલીસે ઝડપ્યો રામોલ ગેંગરેપનો ચોથો આરોપી

ગત 18મી માર્ચના અમદાવાદના રમોલ પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષીય યુવતીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભોગબનનાર યુવતીએ ચાર યુવકોના નામ નોંધાવ્યા હતા. જેમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા ત્રણ નામના આરોપીઓની ઓળખ થઇ ગઈ હતી. જેમાં અનિકેત પારેખ , ચિરાગ વાઘેલા અને હાર્દિક શુક્લનો સમાવેશ થાય છે પણ ચોથું નામ જે રાજ હતું એ પોલીસ શોધી ન શકી હતી. 

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ રીતે પોલીસે ઝડપ્યો રામોલ ગેંગરેપનો ચોથો આરોપી

ઉદય રંજન/અમદાવાદ: ગત 18મી માર્ચના અમદાવાદના રમોલ પોલીસ સ્ટેશનમાં એક 20 વર્ષીય યુવતીએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભોગબનનાર યુવતીએ ચાર યુવકોના નામ નોંધાવ્યા હતા. જેમાં પોલીસે પ્રાથમિક તપાસ કરતા ત્રણ નામના આરોપીઓની ઓળખ થઇ ગઈ હતી. જેમાં અનિકેત પારેખ , ચિરાગ વાઘેલા અને હાર્દિક શુક્લનો સમાવેશ થાય છે પણ ચોથું નામ જે રાજ હતું એ પોલીસ શોધી ન શકી હતી. 

પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો જેમાં મૃતક યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને તપાસવામાં આવ્યું. જેમાં પોલીસને રાજ ફેશન નામનું એક એકાઉન્ટ મળ્યું હતું. ત્યારે પોલીસે વધુ તપાસ કરી અને નામની ખારાઇ કરવા માટે યુવતીનો ફોન તપાસવામાં આવ્યો હતો.  જેમાં પણ રાજ નામની એક નંબર મળી આવ્યો અને આ નંબરને યુવતીના સીડીઆર સાથે મેચ કરવામાં આવ્યો હતો.

નારાયણ સાંઇ બાદ જૈન મુનિનો વારો, રેપ કેસમાં ન્યાયિક કાર્યવાહી થઇ શરૂ

અને યુવતિના ઇન્સ્ટગ્રામના એકાઉન્ટ સાથે પણ મેચ કરવામાં આવ્યો જે નંબર મેચ થઇ જતા પોલીસને વિશ્વાસ આવી ગયો કે, રાજ ફેશન એજ રાજ નામનો ચોથો આરોપી છે. પોલીસે રાજ ઉર્ફે રાજેશ સુથારની ધરપકડ માત્ર એક ઇન્સ્ટગ્રામના એકાઉન્ટ પરથી ઝડપી પાડી તાપસ રામોલ રેપ કેસના ફરાર આરોપી પોલીસની પકડમાં આવી ગયો છે.

મહત્વનું છે, કે રામોલની યુવતી સાથે થયેલ ગેંગરેપ બાદ મોત મામલે હવે પોલીસે ત્રણ અલગ અલગ ટીમો બનાવી ફરાર આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. સાથે જ આરોપીઓને કડક સજા થાય તે માટે ઠોસ પુરાવા એકત્રિત કરવા માટે પણ એક ટીમને કામે લગાડાઇ છે. બીજી તરફ યુવતી અને આરોપી વિસ્તારની કેટલીક હોટલોમાં રોકાયા હતા તેની તપાસ કરી ડી.એન.એ ટેસ્ટ પણ આરોપીઓના કરાવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news