ગુજરાત બોર્ડ : ધોરણ 10નું પરિણામ 28મી મેના રોજ જાહેર કરાશે
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે
Trending Photos
અમદાવાદ : રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના પરિણામની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે તારીખ સત્તાવાર ધોરણે જાહેર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર તારીખ 28મી મે સોમવારના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ www.gseb.org પર જોઈ શકશે. વિદ્યાર્થીઓને વેબસાઇટ પર પોતાનો રોલ નંબર અને સ્કુલ નંબર નાખશે તો રિઝલ્ટ ચેક કરી શકશે.
નોંધનીય છે કે આ વર્ષે 11 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી છે. આ વર્ષે પરીક્ષામાં ગણિતનું પેપર ખૂબ જ અઘરું સાબિત થયું હતું. હાલમાં અહેવાલ આ્વ્યો હતો કે ગણિતના વિષયમાં બહુ નબળું પરિણામ આ્વ્યું છે જેના કારણે ગણિતમાં 12થી 15 માર્ક જેટલું ગ્રેસિંગ આપી પરિણામ ઊંચું લાવવાની સંભાવના પણ જતાવાઇ હતી.
બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર ગણિતમાં લગભગ 40 ટકા જેટલા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. પાસિંગ પર્સન્ટેજને 65 ટકા સુધી લાવવા માટે 12 ગ્રેસ માર્ક્સની જરુર પડી છે. દર વર્ષે ગણિતમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. 2012માં 75.81 ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા. 2013માં 71.11 ટકા, 2014માં 72.63 ટકા, 2015માં 55.05 ટકા અને 2017માં 69.26 ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે