આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યું હોય તો સર્જાત મોટી દુર્ઘટના

સાબરકાંઠાના ઈડરની જય ભવાની સ્વીટ નામની દુકાનમાંથી ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ નીકળી છે. જી હાં બ્લેડ...વડાલીના યુવાને દીકરો સારા ગુણથી પાસ થતા મીઠાઈ ખરીદી હતી. આ મીઠાઈ પરિવાર આરોગી રહ્યો હતો ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમાં બ્લેડ છે. કાજુ કતરીમાંથી બ્લેડ નિકળતા પરિવાર ચોંકી ગયો હતો.

આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યું હોય તો સર્જાત મોટી દુર્ઘટના

ઝી બ્યુરો/સાબરકાંઠા: તમે અત્યાર સુધી ભોજનમાં જીવાત નિકળ્યાના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ સાબરકાંઠાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે જાણીને તમે ચોંકી ઉઠશો. સાબરકાંઠાના ઈડરની જય ભવાની સ્વીટ નામની દુકાનમાંથી ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ નીકળી છે. જી હાં બ્લેડ...વડાલીના યુવાને દીકરો સારા ગુણથી પાસ થતા મીઠાઈ ખરીદી હતી. આ મીઠાઈ પરિવાર આરોગી રહ્યો હતો ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમાં બ્લેડ છે. કાજુ કતરીમાંથી બ્લેડ નિકળતા પરિવાર ચોંકી ગયો હતો. જો પરિવારને કાજુ કતરીમાંથી બ્લેડ હોવાનું ધ્યાને ન આવ્યું હોય મોટી દુર્ઘટના સર્જાત.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના ઇડરમાં કાજુ કતરીમાંથી બ્લેડ નીકળી હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરિવારનો વિદ્યાર્થી ધોરણ 5માં સારા માર્ક્સ લાવતા ખુશીનો માહોલ હતો અને તેની ખુશી વ્યક્ત કરતાં કાજુ કતરી મંગાવવામાં આવી હતી. જય ભવાની સ્વીટનો વીડિયો વાયરલ થયો છે. જેની કાજુ કતરીમાંથી બ્લેડ નીકળી છે. મોઢું મીઠું કરાવવા માટે મીઠાઇનો બોક્સ ખોલતાં જ પરિવાર ચોંકી ગયો હતો. કેમ કે, તેમાં ધારદાર બ્લેડ હતી. જો ખુશીના માહોલમાં જોયા વગર આ મીઠાઇ ખાધી હોત તો શું થઇ શકે, તેની માત્ર કલ્પના જ કરવાની રહી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 6, 2024

આ મીઠાઇનો વીડિયો વાયરલ થયો છે. જે જોતાં લોકો પણ રોષે ભરાયા છે. વાઇરલ વીડિયોમાં મીઠાઈમાં બ્લેડ દર્શાવવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી કે કોઇ ખાધ પદાર્થમાંથી આવી ખતરનાક વસ્તુ નીકળી હોય. ખાસ કરીને પિઝા, સેન્ડવીચ, બર્ગર, સૂપ વગેરેમાંથી જીવાત નીકળવાની ઘટના સામાન્ય બનતી જાય છે. કોઇ મીઠાઇમાંથી બ્લેડ નીકળી તે ખૂબ જ ગંભીર બાબત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news