સાળંગપુર વિવાદમાં ઉગ્ર આંદોલનની ચિમકી, હવે બ્રહ્મ સમાજ અને સાધુ-સંતો પણ મેદાને

Salangpur Temple Controversy: રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છેકે, 'ભીંતચિત્રો નહીં હટાવાય તો કરીશું ઉગ્ર આંદોલન'. એટલું જ નહીં અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના મહંતે પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે.

સાળંગપુર વિવાદમાં ઉગ્ર આંદોલનની ચિમકી, હવે બ્રહ્મ સમાજ અને સાધુ-સંતો પણ મેદાને

Salangpur Temple Controversy:​ સાળંગપુરનો મૂર્તિ વિવાદ દિનપ્રતિદિન સતત વધતો જાય છે. અગાઉ વિશ્વ હિન્દુ પરિષદે સ્વામિનારયણ સંપ્રદાયના સંતોના અંગે યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી હતી. હવે આ મામલો વધુ વકર્યો છે, હવે બ્રહ્મ સમાજે પણ આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. સાથે જ હવે સાળંગપુર વિવાદમાં હિન્દુ ધર્મના પ્રતિષ્ઠિત મંદિરોના મહંતો પણ મેદાનમાં ઉતર્યા છે. અને સૌ કોઈને મર્યાદામાં રહેવાનું સુચવ્યું છે. સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોને લઈ વિવાદ વકર્યો છે. ત્યારે બ્રહ્મ સમાજના આગેવાનોએ આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

રાજકોટના બ્રહ્મ સમાજે આ ચિમકી ઉચ્ચારી છે. સાળંગપુર વિવાદમાં સંતોને 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઋષિભારતી બાપુએ પણ કહ્યું છેકે, 'ભીંતચિત્રો નહીં હટાવાય તો કરીશું ઉગ્ર આંદોલન'. એટલું જ નહીં અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરના મહંતે પણ આ મુદ્દે પોતાનું નિવેદન આપ્યું છે.

સંતોને બ્રહ્મ સમાજનું અલ્ટીમેટમઃ
સનાતમ ધર્મના સાધુ-સંતો પણ આ મામલે વિરોધ કરી રહ્યા છે. અનેક સંગઠનો દ્વારા પણ આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ત્યારે સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે. રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. 

શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છેકે, બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. 

સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ અમદાવાદના મહંતે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો. 

સાળંગપુર હનુમાનજી મંદિર ભીંતચિત્રોને લઇ જગન્નાથ મંદિરના મહંતનું પણ નિવેદન સામે આવ્યું છે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે. દિલીપદાસજી મહારાજે સાળંગપુરની ઘટનાને વ્યભિચારી સમાન ગણાવી.

હનુમાનજીના ભીંતચિત્રોને લઇ સાધુ-સંતોમાં આકરો રોષ જોવા મળી રહ્યો છે. ઈન્દ્રભારતી બાપુ બાદ હવે જૂનાગઢના શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગીરીબાપુએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓ કહ્યું કે, સમસ્ત સનાતન ધર્મની લાગણી દુભાવી દે તેવી તસવીરો સામે આવી છે, સ્વામિનારાયણ સંપ્રદાય શું કામ આવું વારંવાર કરે છે તે નથી સમજાતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news