સુરત: સ્કૂલ રીક્ષા પલટી ખાતા માસુમનો ભોગ લેવાયો, માતાપિતાનું હૈયાફાટ રુદન

 ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી હતી, જેમાં 10 બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં હેવ સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક રીક્ષા પલટી મારી જતા એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે. 

સુરત: સ્કૂલ રીક્ષા પલટી ખાતા માસુમનો ભોગ લેવાયો, માતાપિતાનું હૈયાફાટ રુદન

ચેતન પટેલ/સુરત : ડાંગના મહાલ-બરડાપાડા માર્ગ પર સુરતના અમરોલીના વિદ્યાર્થીઓ ભરેલી સ્લિપર કોચ બસ 300 ફૂટ ઊંડે ખીણમાં ખાબકી હતી, જેમાં 10 બાળકોના મોત નિપજ્યા હતા. આ ઘટનાની સ્યાહી હજી સુકાઈ નથી ત્યાં હેવ સુરતમાં વિદ્યાર્થીઓથી ભરેલી એક રીક્ષા પલટી મારી જતા એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે. 

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના એડમ પબ્લિક સ્કૂલના બાળકો રીક્ષામાં બેસીને ઘરે જઈ રહ્યા હતા. ત્યારે પરબત પાટીયા વિસ્તારમાં રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં એક બાળકનું મોત નિપજ્યું છે. વહેલી સવારે સ્કૂલ જતા સમયે બનેલી આ ઘટનામાં 5 બાળકો ઘાયલ થયા છે. તમામ બાળકોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ રીક્ષામાં ઘેંટાબકરાની જેમ 8 બાળકોને ખીચોખીચ બેસાડવામાં આવ્યા હતા. 

SuratSchool1.JPG

આ ઘટનાને પગલે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. બાળકના મોત બાદ વાલીઓ વિફર્યા હતા. રોષે ભરાયેલા વાલીઓએ રીક્ષા ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો. જે બાળકનુંે મોત નિપજ્યું હતું, તેના પિતાના હૈયાફાટ રુદનથી આખો માહોલ ગમગીન બની ગયો હતો. તો બીજી તરફ, માસુમના મોત બાદ વાલીઓ અને સ્કૂલ સંચાલકો એકબીજા પર આક્ષેપોનો ટોપલો ઢોળી રહ્યા હતા. 

SuratSchool.JPG

ડ્રાઈવરે શું કહ્યું...
ડ્રાઈવરે આ ઘટના સવારે 7 વાગ્યે બની હતી તેવું જણાવ્યું હતું. તેણે કહ્યું કે, હું ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે મારી પાસે બાળક બેસ્યો હતો. બાકીના બાળકો પાછળ બેસ્યા હતા. મારી બાજુમાં બેસેલા બાળકે મારી સાથે મસ્તી કરી હતી. તેને કારણે તેનો પગ મારા હેન્ડલમાં ફસાઈ ગયો હતો. બીજુ કોઈ જ કારણ ન હતું. રોડ પણ ખાલી હતો, અને અન્ય કોઈ વાહન મારી સાથે ટકરાયુ ન હતું. આટલુ કહ્યા બાદ લોકોએ ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news