સ્કૂલ ચલે હમ! આજથી રાજ્યભરની શાળાઓ ફરી એકવાર શરૂ, જાણો ક્યારે ધો.10ની પરીક્ષા અને ઉનાળું વેકેશન?

રાજ્યભરના અંદાજે 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ બીજા શૈક્ષણિક સત્રના અભ્યાસ માટે શાળાએ જશે. બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે.

 સ્કૂલ ચલે હમ! આજથી રાજ્યભરની શાળાઓ ફરી એકવાર શરૂ, જાણો ક્યારે ધો.10ની પરીક્ષા અને ઉનાળું વેકેશન?

અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યભરની શાળાઓ ફરી એકવાર શરૂ થઈ છે. 21 દિવસની દિવાળી રજાઓ બાદ શાળાઓમાં બીજું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશન પૂર્ણ થતા આજથી બાળકોનો કલરવ શાળાઓમાં ગૂંજશે. આજથી રાજ્યભરની શાળાઓ ફરી એકવાર શરૂ થશે. પ્રથમ શૈક્ષણિક સત્રમાં 104 દિવસનાં અભ્યાસ બાદ 21 દિવસનું દિવાળી વેકેશન પડ્યું હતું.

રાજ્યભરના અંદાજે 1 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ બીજા શૈક્ષણિક સત્રના અભ્યાસ માટે શાળાએ જશે. બીજા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓએ 137 દિવસનો શાળાકીય અભ્યાસ કરવાનો રહેશે. 14 માર્ચથી ધોરણ 10 અને 13 બોર્ડની પરીક્ષા શરૂ થશે. શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 10 મી એપ્રિલથી લેવાશે. બીજા શૈક્ષણિક સત્ર બાદ 1 મેથી 4 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. આગામી 5 જૂન 2023થી આગામી વર્ષનું નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ સાથે જ કોલેજોમાં ગઈકાલથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 
 
ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા માટે ફીનુ માળખું જાહેર
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે ફીનુ માળખું જાહેર કરવામાં આવ્યું છે. નિયમિત વિદ્યાર્થીઓની SSC માં ફી 355 રૂપિયા અને HSC સામાન્ય પ્રવાહમાં 490 રૂપિયા તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 605 રૂપિયા જાહેર કરાઈ છે. છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડની પરીક્ષા ફીમાં કોઈ જ વધારો કરાયો નથી. ખાનગી નિયમિત વિદ્યાર્થીની ધોરણ 10 માટે 730 રૂપિયા, સામાન્ય પ્રવાહ માટે 870 રૂપિયા જાહેર થઈ છે. વિજ્ઞાન પ્રવાહમાં વિષયદીઠ પ્રાયોગિક વિષય માટે 110 રૂપિયા ફી રહેશે.

ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત
ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર, કર્મચારીઓ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા હોવાથી નિર્ણય કરાયો છે. 22 નવેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ હવે 13 ડિસેમ્બરથી લેવાશે.8 ડિસેમ્બરથી શરૂ થતી પરીક્ષાઓ હવે 27 ડિસેમ્બરથી લેવાશે. પરીક્ષાની નવી તારીખ સાથેનો કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરાશે. નિયમિત અભ્યાસક્રમ હવે જાન્યુઆરીથી શરૂ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news