સરકારી કાર્યક્રમોમાં છેલ્લા બે વર્ષમાં 47041 ST બસોનો ઉપયોગ

 સરકારી કાર્યક્રમોમાં છેલ્લા બે વર્ષમાં 47041 ST બસોનો ઉપયોગ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોમાં એસટી બસોનો મહત્તમ ઉપયોગ થયો છે.. આ અંગે વિધાનસભાની કાર્યવાહીમાં માહિતી સામે આવી હતી.. છેલ્લા 2 વર્ષમાં 47,041 બસો સરકારી કાર્યક્રમોમાં દોડી છે.. જેનું કુલ 22.78 કરોડનું ભાડુ ચુકવવાનું બાકી છે.. રાજ્યમાં સૌથી વધુ એસટી બસો અમદાવાદના કાર્યક્રમોમાં દોડી છે.. અમદાવાદમાં 5413 બસોનો ઉપયોગ થયો છે.. તો ભરૂચમાં 5318 અને વડોદરામાં 4335 એસટી બસોનો ઉપયોગ થયો છે.. પાટણમાં સૌથી ઓછી 97 બસોનો ઉપયોગ સરકારી કાર્યક્રમમાં થયો છે.. તો પંચમહાલ જિલ્લામાં દોડેલી એસટી બસોનું ભાડું 4.36 કરોડ હોવાનું સામે આવ્યું છે. 

સરકારી કાર્યક્રમોમાં એસટી બસોનો મહત્તમ ઉપયોગ
છેલ્લા બે વર્ષમાં 47,041 બસો સરકારી કાર્યક્રમમાં દોડી
એસટી નિગમને 22.78 કરોડની ચુકવણી હજુ બાકી
અમદાવાદના કાર્યક્રમોમાં સૌથી વધુ બસોનો ઉપયોગ
અમદાવાદમાં 5413 બસોનો ઉપયોગ
ભરૂચમાં 5318, વડોદરામાં 4335 બસોનો ઉપયોગ
પાટણમાં સૌથી ઓછી 97 બસો સરકારી કાર્યક્રમમાં દોડી
પંચમહાલ જિલ્લામાં દોડાવેલી બસોનું ભાડું 4.36 કરોડ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news