સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ચાર પ્રવાસ સ્થળોએ શરૂ થશે સીપ્લેનની સુવિધા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ પ્રવાસીઓનો ઘસારો રહેતા રાજ્ય સરકાર દ્વારા પણ પ્રવાસીઓને સુવિધા મળી તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પહેલા નર્મદા ડેમ પર બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.  અને હવે વધુ પ્રવાસીઓ માટે એરિયલ વ્યુ જોવા માટે હેલીકોપ્ટર સુવિધા પણ કરવામાં આવી છે. 

 સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત ચાર પ્રવાસ સ્થળોએ શરૂ થશે સીપ્લેનની સુવિધા

જયેશ દોશી/નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાલ પ્રવાસીઓનો ઘસારો રહેતા રાજ્ય સરકાર દ્વારા પણ પ્રવાસીઓને સુવિધા મળી તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પહેલા નર્મદા ડેમ પર બોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું.  અને હવે વધુ પ્રવાસીઓ માટે એરિયલ વ્યુ જોવા માટે હેલીકોપ્ટર સુવિધા પણ કરવામાં આવી છે. 

હવે પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા રાજ્યમાં 4 પ્રવાસન સ્થળોએ હવે સિપ્લેનથી પણ પહોંચી શકાશે. જેમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરાયો. ગુજરાતના 4 મહત્વના પ્રવાસનસ્થળો નર્મદા ડેમ ( સ્ટેચ્યુ ઓફ યુનિટી),ધરોઈ ડેમ,શેત્રુંજય પર્વત પાસે સિપ્લેનથી પણ જઈ શકાશે. ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચૂંટણી દરમ્યાન અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી સિપ્લેનમાં સવારી કરી હતી. તે બાદ સિપ્લેન ભારે ચર્ચામાં આવ્યું હતું.

 PM Narendra Modi rides seaplane from Ahmedabad to Dharoi Dam in North Gujarat - Watch

ત્યાર બાદથી ગુજરાતમાં સીપ્લેનની સુવિધાઓ મળશેની ચર્ચાએ જોર પકડ્યું હતું. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ સરકાર માત્ર સડક માર્ગે જ નહીં પણ રેલ માર્ગે અને હવાઈ માર્ગ અને હવે જલમાર્ગે પણ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. આજે સાધુબેટ ખાતે પહોંચેલા પ્રવાસન નિગમના એમ.ડી. જેનું દેવને જાહેરાત કરી હતી. આ માટે કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગ મારફતે પ્રિફિઝિબીલીટી ટેસ્ટ પણ કરાયો હતો. 

ટેકનિકલ પાસાઓનો અભ્યાસ પૂર્ણ કરાયો છે. આ સેવા માટે સરકાર આ મહિને ટેન્ડર બહાર પાડશે. અને ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે વધુ સુવિધા ઉભી થશે. તો કેવડિયા પાસે એક એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરાશે. જગ્યાની પસંદગી પૂર્ણ કરાઈ ચુકી છે. જેથી હવે નાના બાળકો માટે મનોરંજન માટે નવી સુવિધા ઉભી થશે. સાધુ બેટ ખાતે હવે અનેક આકર્ષણો ઉભા થતા ખરા અર્થમાં કેવડિયાને પ્રવાસન સ્થળ બનાવી દેવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news