ડૉલર કમાવાની ઘેલછા 1200 લોકોને ભારે પડી! જાણો વિદેશ જવાના સપના સાથે કોણે કરી રમત?

આજકાલના જુવાનિયાઓને જાણે વિદેશ જવાનો ચસકો લાગ્યો છે. ગમે તે થાય વિદેશમાં જવું અને ત્યાં જઈને ડૉલર અને પાઉન્ડમાં કમાણી કરવી. પરંતુ ડૉલર કમાણી કરવાની ઈચ્છા અને વિદેશ જવાની ઘેલછા ક્યારેક તમને જ મોંઘી પડી શકે છે.

ડૉલર કમાવાની ઘેલછા 1200 લોકોને ભારે પડી! જાણો વિદેશ જવાના સપના સાથે કોણે કરી રમત?

ઝી બ્યુરો/અમદાવાદ: વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ક્યારેક મોંઘી પડી શકે છે. આમ તો વિદેશ જવા માટે પૈસા તો ખર્ચવા જ પડે છે. પરંતુ તમે પૈસા ખર્ચો તેમ છતાં તમારું વિદેશ જવાનું સપનું અધુરુ રહી જાય તો ખૂબ દુખ થાય છે. નોએડા અને આસપાસના 1 હજારથી વધુ લોકો સાથે કઈક આવું જ થયુ છે, કેમ કે આ લોકોએ ડોલર કમાવવાની લાલચમાં લાખો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. 

આજકાલના જુવાનિયાઓને જાણે વિદેશ જવાનો ચસકો લાગ્યો છે. ગમે તે થાય વિદેશમાં જવું અને ત્યાં જઈને ડૉલર અને પાઉન્ડમાં કમાણી કરવી. પરંતુ ડૉલર કમાણી કરવાની ઈચ્છા અને વિદેશ જવાની ઘેલછા ક્યારેક તમને જ મોંઘી પડી શકે છે. કેમ કે તમારી વિદેશ જવાની ઘેલછા અને ડૉલર કમાવવાના સપનાનો ગેરફાયદો ઉઠાવવા શાતિર ભેજાબાજો બેઠા હોય છે. આ ઠગબાજો કેવી રીતે અને ક્યારે તમને છેતરી જશે એ તમે સ્વપ્નમાં નહીં વિચાર્યું. 

આવી જ છેતરપિંડીની ઘટના ઉત્તરપ્રદેશના નોએડામાંથી સામે આવી છે. જ્યાં ઠગબાજોએ એક બે નહીં પરંતુ 1200 જેટલા બેરોજગાર યુવાનોને ટાર્ગેટ બનાવ્યા અને તેમના વિદેશ જવાના સપના પર પાણી ફેરવી દીધું. નોએડાની સેક્ટર-126 પોલીસે વિદેશમાં નોકરી અપાવવાના નામ પર 1200 બેરોજગાર લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારી ટોળકીના 11 આરોપીને દબોચી લીધા છે. 

સમીર શાહ આ કાંડનો માસ્ટર માઈન્ડ છે. તેણે વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા લોકોને ટાર્ગેટ કરવા માટે ઈકો એન્ટરપ્રાઈઝ નામથી કંપની શરૂ કરી હતી. જેમાં નઝરાણા નામની મહિલા એજન્ટ હતી છે. જ્યારે બાકીના લોકો કર્મચારી તરીકે કામ કરે છે. આ તમામ લોકોને જલદીથી જલદી પૈસા કમાવવા હતા, જેથી આરોપીએ કંપનીની આડમાં કોલ સેન્ટર શરૂ કર્યુ હતુ. 

  • કંપનીના કર્મચારી જુદી જુદી જગ્યાએ ફરતા હતા 
  • વિદેશ જવા ઈચ્છુક લોકોને શોધતા અને જાળમાં ફસાવતા
  • દરેક કર્મચારી પોતાનું નામ બદલીને જ ઓળખ આપતા
  • ભોળા લોકોને વિદેશમાં જવાના ખોટા સપના બતાવતા
  • બેરોજગાર લોકો પણ ડૉલર કમાવવાના સપના જોવા લાગતા
  • જો કોઈ વ્યક્તિ તૈયાર થઈ જાય તો પૈસા પડાવવાનો ખેલ શરૂ થતો
  • થોડા થોડા પૈસા લઈને પાસપોર્ટ અને અન્ય લેટર પણ બનાવતા
  • પૈસા મળ્યાં બાદ તમામ લોકોને એક જ દિવસે એરપોર્ટ પર બોલાવાતા
  • એરપોર્ટ પર એજન્ટ પાસપોર્ટ, વીઝા અને ટિકિટ આપશે તેવો વાયદો કરતા
  • ભોગ બનનાર એરપોર્ટ પર પહોંચે તો કોઈ એજન્ટ મળે નહીં
  • જ્યારે એજન્ટનો સંપર્ક કરાય તો ફોન પણ બંધ આવે 

બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમા BJPને ઝટકો, રાદડિયાથી શરૂઆત, શું બીજા ચીલો ચાતરશે?

વિદેશ જવાના સપના જોઈએ બેરોજગાર યુવકો એરપોર્ટ પર પહોંચે અને એજન્ટ મળે નહીં ત્યારે જ તેમને ખ્યાલ આવતો કે કોઈ તેમના સપના સાથે રમત રમી ગયુ છે. પોલીસ સાથે પકડાયેલા આરોપીમાં સમીર શાહ જ માસ્ટર માઈન્ડ છે. બાતમીના આધારે પોલીસે કંપનીના સરનામા પર દરોડા પાડીને તમામ આરોપીને પકડી પાડ્યા છે. સાથે જ આરોપીઓએ અલગ અલગ નામથી તૈયાર કરેલા 755 નિમણૂક પત્ર, 140 પાસપોર્ટ, કોમ્પ્યુટર, લેપટોપ, પ્રિન્ટર, વાઈફાઈ રાઉટર, રોકડા રૂપિયા ઉપરાંત ભારત સરકારના નકલી દસ્તાવેજ અને વિવિધ બેંકની ચેકબુક પણ જપ્ત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના અન્ય લોકો સાથે પણ સંબંધ છે. ત્યારે હાલ તો પોલીસે ભોગ બનનાર લોકોની શોધખોળ હાથ ધરી છે. તો આરોપીઓના મોબાઈલ પણ તપાસ માટે મોકલાયા છે. ત્યારે પોલીસનું અનુમાન છે કે મોબાઈલમાંથી વધુ મોટા ખુલાસા થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news