સુરતમાં સિક્યુરિટી ગાર્ડના અંગોનું દાન, 80 મિનિટમાં 285 કિ.મી કાપી ધબકતું હૃદય અમદાવાદ લવાયું

ઝારખંડના રહેવાસી અને ONGC માં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઇનડેડ શૈલેષ હરિહર સિંઘના પરિવારે તેમના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું અને માનવતાનું વધારે એક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. સુરતથી અમદાવાદનું 285 કિલોમીટરનું અંતર 80 મીનીટમાં પુર્ણ કરીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જામખંભાળીયાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. 

સુરતમાં સિક્યુરિટી ગાર્ડના અંગોનું દાન, 80 મિનિટમાં 285 કિ.મી કાપી ધબકતું હૃદય અમદાવાદ લવાયું

સુરત : ઝારખંડના રહેવાસી અને ONGC માં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા બ્રેઇનડેડ શૈલેષ હરિહર સિંઘના પરિવારે તેમના હૃદય, કિડની અને લિવરનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું હતું અને માનવતાનું વધારે એક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. સુરતથી અમદાવાદનું 285 કિલોમીટરનું અંતર 80 મીનીટમાં પુર્ણ કરીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જામખંભાળીયાના રહેવાસી 22 વર્ષીય યુવકમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. 

આ યુવક છેલ્લા બે વર્ષથી હૃદયની બીમારીથી પીડાતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તેના હૃદયનું પમ્પીંગ 5 ટકાથી 10 ટકા જેટલું થઇ ગયું હતું. જો કે તેને હૃદય મળતા નવજીવન મળ્યું છે. અત્રે નોંધનીય છે કે, શૈલેષ સિંહ 9 જુલાઇએ એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થતા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. 16 જુલાઇના રોજ પત્ની સીમા અને ભાઇ શૈલેષ સિંહના અંગદાનનો નિર્ણય લીધો હતો. શૈલેષ સિંહનું હૃદય, બે કિડની અને લિવરનું દાન ડોનેટ લાઇફના માધ્યમથી કરાયું હતું. 

સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલથી અમદાવાદની કિડની હોસ્પિટલ સુધીનું 271 કિલોમીટરનું અંતર 240 મીનીટમાં કાપીને રાજકોટનાં 41 વર્ષીય દર્દીમાં IKDRC હોસ્પિટલમાં પ્રત્યાર્પણ કરાયું હતું. અન્ય એક કિડની કે.ડી હોસ્પીટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. હૃદય, કિડની અને લિવર સમયસર પહોંચાડવા માટે બે ગ્રીન કોરિડોર બનાવાયા હતા. જેમાં શહેર પોલીસ, રાજ્યની વિવિધ ગ્રામીણ પોલીસનો પણ સહકાર સાંપડ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news