અમદાવાદ : બાપે દીકરાનો કરાવ્યો DNA ટેસ્ટ, પરિણામે બદલ્યું આખા પરિવારનું ભવિષ્ય

આ કિસ્સો સમાજની બદલાતી માનસિકતા પર પ્રકાશ ફેંકે છે

અમદાવાદ : બાપે દીકરાનો કરાવ્યો DNA ટેસ્ટ, પરિણામે બદલ્યું આખા પરિવારનું ભવિષ્ય

અમદાવાદ : હાલમાં અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો્ છે જે સમાજની બદલાતી માનસિકતા પર પ્રકાશ ફેંકે છે. અહીં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા જતા પોતાના 12 વર્ષના દીકરાનો અને નાની  દીકરીનો DNA ટેસ્ટ કરાવ્યો. આ ટેસ્ટમાં પતિ દીકરાનો ન હોવાનું બહાર આવતા આ વ્યક્તિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.

હકીકતમાં પતિને તેની પત્નીના ફોનમાં મેસેજ જોયા પછી તેના ચારિત્ર્ય વિશે શંકા પડી પડી હતી અને આ મામલે બંને વચ્ચે ઝઘડા થવાના શરુ થઈ ગયા હતા. આખરે પતિએ પત્નીને બીજા કોઈ પુરુષ સાથે અફેર છે તે સાબિત કરવા માટે સંતાનોનો ખાનગી લેબોરેટરીમાં ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. 

આ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું હતું કે, તેના અને તેના દીકરાના ડીએનએ મેચ નથી થતાં. પત્નીની બેવફાઈનો પુરાવો હાથ લાગતા જ પતિએ તેના આધારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેને બાળક અને પત્નીના ભવિષ્યનો વિચાર કરી ફરિયાદ ન કરવા તેને સમજાવ્યો હતો, પરંતુ પતિ આ મામલામાં કોઈ સમાધાન કરવા તૈયાર નથી. ઘાટલોડિયા પોલીસે આ મામલે પતિ અને પત્નીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે, અને ત્યાર બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news