'હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? દિલીપ સાબવાના આકરા પ્રહાર સાથે વિડીયો વાયરલ

લીપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? હાર્દિક પાટીદારોનો ઠેકો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાર્દિકની સાથે આંદોલનમાં જોડાયેલા યુવાનો ત્રણ વર્ષ બાદ ફરી પાટા પર ચડી રહ્યા છે, ત્યારે હાર્દિક ફરી તેમનો ઉપયોગ કરવા માંગે છે.

'હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? દિલીપ સાબવાના આકરા પ્રહાર સાથે વિડીયો વાયરલ

ઝી ન્યૂઝ/બોટાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ફરી એક્ટિવ થયો છે અને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે નવી રણનીતિને લઈને જણાવ્યું હતું કે જો 23 માર્ચ પહેલાં પાટીદારો સામેના કેસ પાછા નહીં ખેંચવામાં આવે તો ફરી પાટીદાર આંદોલન થશે. આ નિવેદન બાદ ગુજરાતમાં અંદરોઅંદર નેતાઓ નિવેદનબાજી કરી અહેવાલોમાં ચમકી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના નિવેદન સામે દિલીપ સાબવા મેદાને જંગમાં ઉતર્યા છે. દિલીપ સાબવાએ હાર્દિક પટેલ સામે આકરા પ્રહારો કર્યો છે.

દિલીપ સાબવાએ જણાવ્યું હતું કે, હાર્દિકને કેમ ચૂંટણી વર્ષમાં પાટીદારો પરના કેસ યાદ આવ્યા? હાર્દિક પાટીદારોનો ઠેકો લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાર્દિકની સાથે આંદોલનમાં જોડાયેલા યુવાનો ત્રણ વર્ષ બાદ ફરી પાટા પર ચડી રહ્યા છે, ત્યારે હાર્દિક ફરી તેમનો ઉપયોગ કરવા માંગે છે. દિલીપ સાબવાએ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખના પદેથી હાર્દિક પટેલના રાજીનામાની માંગ પણ કરી હતી. એટલું જ નહીં તેમણે પાટીદાર યુવાનોને હાર્દિકની વાત ન માનવા પણ અપીલ કરી હતી. 

દિલીપ સાબવાએ રાજ્યના પાટીદાર યુવાનોને ગુજરાતની શાંતિ અને સલામતી ભંગ ન કરવા પણ અપીલ કરી હતી. સાબવાએ ઉમેર્યું હતું કે, મોટાભાગના કેસો સરકારે પાછા ખેંચ્યા છે. માત્ર કોમપ્લિકેટેડ કેસ જ બાકી છે.

મહત્ત્વનું છે કે હાર્દિક પટેલના નિવેદનને લઈ દિલીપ સાબવાના આકરા પ્રહાર સાથે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં દિલીપ સાબવાએ હાર્દિક પટેલ પર આંદોલનને લઈને આકરા પ્રહારો કર્યા છે. દિલીપ સાબવાએ હાર્દિકને ચીમકી આપતા જણાવ્યું હતું કે, જો સમાજ ને સાથે રાખી શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે તો વળતો જવાબ આપવાની દિલીપ સાબવા એ પુરેપુરી તૈયારી દર્શાવી છે.

હાર્દિક પટેલ પાટીદાર સમાજના ખંભે બંદૂક ફોડે છે, તે તકવાદી છે...
ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા મહિનાઓ પહેલા પણ હાર્દિક પટેલ અને કોંગ્રેસ વિરુદ્ધ પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવાએ એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ (hardik patel) સમાજના ખંભે બંદૂક ફોડે છે. તે તકવાદી છે. આંદોલનો કરાવી તોફાનો કરાવવાના કારનામા કોંગ્રેસ (congress) કરાવે છે. કોંગ્રેસના તકસાધુઓ દ્વારા સમાજના યુવાનોને ઉશકેરીને ગુજરાતનો માહોલ ખરાબ કર્યો હતો. તો બીજી તરફ, હાર્દિક પટેલ દિલીપ સાબવાને પગે લાગતો ફોટો વાયરલ થવા બાબતે તેમણે જણાવ્યું કે, હાર્દિક પગ ખેંચવાનુ કામ કરે છે. 

ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર મહિનામાં પાટીદાર નેતા દિલીપ સાબવા સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ પાસના પૂર્વ કન્વીનર છે. આ અગાઉ પણ દિલીપ સાબવા હાર્દિક પટેલ અને પાસને આડે હાથ લઈ ચૂક્યા છે. તેમજ કોંગ્રેસ પક્ષ વિરુધ્ધ આક્ષેપો લગાવી ચૂક્યા છે.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news