હવે ઘરેબેઠા કરી શકાશે સોમનાથદાદાની પૂજા, કેશુભાઇ પટેલે કરાવ્યો ઇ-સંકલ્પ ડિઝીટલ સેવાનો પ્રારંભ

 આ સેવાનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી કોરોના વોરીયર્સ (કોરોના વીરો) જે લોકો કોરોના મહામારીની જંગ સામે પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવીને એક યોધ્ધાની જેમ લડે છે તેવા કોરોનાવીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પુજાનો ઇ-સંકલ્પ કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. 

હવે ઘરેબેઠા કરી શકાશે સોમનાથદાદાની પૂજા, કેશુભાઇ પટેલે કરાવ્યો ઇ-સંકલ્પ ડિઝીટલ સેવાનો પ્રારંભ

હેમલ ભટ્ટ, સોમનાથ: લોકડાઉન દરમ્યાન ભગવાન સોમનાથજીની પૂજા કરાવવા માટે અનેક ભક્તો મોબાઇલથી સંપર્ક કરે છે, જેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા ઇ-સંકલ્પ ડીઝીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી કોરોના વોરીયર્સ (કોરોના વીરો) જે લોકો કોરોના મહામારીની જંગ સામે પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવીને એક યોધ્ધાની જેમ લડે છે તેવા કોરોનાવીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પુજાનો ઇ-સંકલ્પ કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. 

જ્યારે મંદિર લોકડાઉન દરમ્યાન બંધ છે. અને ભક્તો મંદિર દર્શન માટે અને પુજાવિધિ કરાવવા આવી શકે તેમ નથી, ત્યારે જે પણ ભક્તો ઓનલાઇન પુજાવિધિ નોંધાવશે. તે ભક્તોને ટ્રસ્ટ દ્વારા વોટ્સએપ, અને ગુગલ ડ્યુઓ મારફત ટેકનોલોજીનો ઉપયોગ કરી વિડિયો કોલીંગ કરી સોમનાથ મંદિરમાં જ્યાં યાત્રીકોને પુજાવિધિનો સંકલ્પ કરાવવામાં આવે છે. તે સ્થળે થી ઇ-સંકલ્પ કરાવી ડીઝીટલ માધ્યમથી ભક્તોને ભગવાનથી જોડવાનો અનેરો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. 

ટ્રસ્ટ દ્વારા પુજાવિધિ નોંધાવનારનો અગાઉથી સંપર્ક કરી ચોક્કસ સમય નક્કી કરી તેઓને વિડિયો કોલીંગથી ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. લોકડાઉનના સમયમાં લોકોને ઘરેબેઠા પુજાવિધિનો સંકલ્પ કરાવી મંદિરમાં પુજાવિધિ કરાવી શકે તેવા શુભાશયથી આ ડીઝીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news