દિવાળી સમયે પોલીસ દ્વારા કરવામાં આવી ખાસ વ્યવસ્થા, નાગરિકોને કરવામાં આવી અપીલ

દિવાળી સમયે પોલીસ દ્વારા કરવામાં આવી ખાસ વ્યવસ્થા, નાગરિકોને કરવામાં આવી અપીલ

* દિવાળીનાં પર્વને લઇને પોલીસે એલર્ટ
* ફટાકડાનાં વેચાણને લઇને જાહેરનામું
* PESO નાં સીમ્બોલ ધરાવતા ફટાકડાની પરવાનગી
* શહેરમાં 16 વેપારીઓને ફટાકડાનાં લાઇસન્સ અપાયા 

ઉદય રંજન/અમદાવાદ : દિવાળીનાં પર્વને આડે ગણતરીનાં કલાકો બાકી રહી ગયા છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ફટાકડાને લઇને જાહેરનામું બહાર પડાયુ છે. જેમાં ફટાકડાઓ વેચાણને લઇને સૂચન કરાયુ છે. PESO દ્વારા પ્રમાણીત ફટાકડા જ ખરીદવા શહેરીજનોને અપીલ કરાઇ છે.દિવાળીનાં પર્વમાં દેશભરમાં લોકો ફટાકડા ફોડતા હોય છે, અને પ્રદુષણની માત્રા વધી જતી હોય છે તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયુ છે. જેમાં રાતનો 8 થી 10 વાગે સુધી જ ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવી છે. PESO દ્વારા પ્રમાણીત ફટાકડા જ લે-વેચ કરવાનું જણાવાયુ છે.

PESO દ્વારા માન્ય ફટાકડામાં ધ્વની પ્રદુષણ તેમજ વાયુ પ્રદુષણ ઓછુ ફેલાતુ હોવાથી આ નીર્ણય લેવાયો છે. અમદાવાદમાં કાયમીક ફટાકડા વેંચતા વેપારીઓની સંખ્યા 251 છે. જેમાં આ વર્ષે ફક્ત દિવાળીમાં ફટાકડાનાં વેચાણ માટે 21 લાઇસન્સની મંજુરીઓ માંગવામાં આવી. જેમાંથી 16 વેપારીઓને પરવાનગી મળી છે. જેમાં ફાયર સેફ્ટી તેમજ સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કરાયો છે.

દિવાળીનાં પર્વમાં ખરીદી માટે બજારોમાં પણ ભીડ ઉમટી પડતી હોય છે, તેવામાં પાકિટ ચોરી અને મોબાઇલ ચોરીને ડામવા માટે હોમગાર્ડ તેમજ એસઆરપી જવાનો ભીડભાડવાળી જગ્યાઓએ તૈનાત કરાયા છે. યુવતીઓને છેડતીનાં કિસ્સાઓ અટકાવવા માટે શહેર પોલીસ ખાનગી ડ્રેસમાં બાજનજર રાખી રહી છે. તેમજ ચોરીનાં બનાવો અટકાવવા માટે બંધ મકાનો અને દુકાનો ધરાવતા વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ વધારાયુ છે.શહેરીજનો તહેવારોની મજા માણી શકે તેમજ સરકારની ગાઇડલાઇનનો ભંગ ન થાય તે માટે તમામ શહેરીજનોને જાહેરનામાંનો અમલ કરવા શહેરપોલીસ દ્વારા અપીલ કરાઇ છે તેમજ જાહેરનામાંનાં ભંગ જો શહેરીજનો કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી રાખી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news