ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિતમાં વિદ્યાર્થીઓ થયા ક્લિન બોલ્ડ

ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસનું પરિણામ આજે બોર્ડ ની સત્તાવાર વેબસાઇટપર જાહેર કરી દેવામાં આવ્યું છે .ધોરણનું કુલ કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. ધોરણ 12ની માફક જ ધોરણ 10મા પણ છોકરીઓએ મેદાન માર્યું છે. 

ધોરણ 10નું પરિણામ જાહેર: ગણિતમાં વિદ્યાર્થીઓ થયા ક્લિન બોલ્ડ

અમદાવાદ: ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસનું પરિણામ આજે બોર્ડ ની સત્તાવાર વેબસાઇટપર જાહેર કરી દેવામાં આવ્યું છે .ધોરણનું કુલ કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. ધોરણ 12ની માફક જ ધોરણ 10મા પણ છોકરીઓએ મેદાન માર્યું છે. વિદ્યાર્થિનીઓનું પરિણામ 72.69 ટકા આવ્યું જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 63.73 ટકા આવ્યું છે. આ વખતે પણ સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ 80.06 ટકા અને સૌથી ઓછુ દાહોદ જીલ્લાનું 37.35 ટકા જાહેર કરવામાં આવ્યું છે.

— WebStation : India News (@lovemasterkt) May 28, 2018

સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ખોરાસા 96.93 ટકા છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર સુખપર 5.93 ટકા છે. 6015 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસ  થયા છે. જેમાં 100 ટકા પરિણામ ધરાવતી 368 શાળા છે. આજે સવારે 8 વાગે www.gseb.org વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બપોરે 11 વાગ્યા બાદ વિદ્યાર્થીઓને તેમની સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે. આ વર્ષનું પરિણામ ગયા વર્ષ કરતા ઓછું રહ્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી માધ્યમ કરતાં હિંદી અને અંગ્રેજી માધ્યમ વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી ઉંચી છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 65.16 છે જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 90.12 છે અને હિંદી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 72.30 છે. ધોરણ 10ના પરિણામ પર નજર કરીએ તો 63.17 વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે 72.69 વિદ્યાર્થીઓની પાસ થઇ છે.

અમદાવાદ શહેરી વિસ્તારની શાળાઓનું પરિણામ 72.42 ટકા જાહેર થયું જ્યારે અમદાવાદ ગ્રામીણનું પરિણામ 70.77 ટકા જાહેર થયું છે. જ્યારે સુરત જિલ્લાનું પરિણામ 80.06 ટકા, રાજકોટ જિલ્લાનું પરિણામ 75.92 ટકા અને વડોદરા જિલ્લાનું પરિણામ 66.00 ટકા જાહેર થયું છે.

ગણિતમાં વિદ્યાર્થી થયા ક્લિનબોલ્ડ
ધોરણ 10ના ગણિતનું પરિણામ આ વખતે ઓછું આવશે તેવી ચર્ચાઓ થતી હતી. શરૂઆતના પરિણામો મુજબ સ્થિતિ એ જ પ્રમાણે છે. સારી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓ પણ માંડ-માંડ ગણિતના વિષયમાં પાસ થયા છે. જ્યારે ઘણા વિદ્યાર્થીઓને બાકીના વિષયમાં સારા માર્ક્સ હોવાછતાં ગણિતમાં નાપાસ થયા છે. ગણિતમાં આ વખતે 68.26 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. આ ઉપરાંત, અંગ્રેજી વિષયનું પરિણામ પણ સૌથી ઓછું રહ્યું છે. અંગ્રેજીમાં આ વખતે 71.21 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. અંગ્રેજી બાદ સૌથી ઓછું પરિણામ સાયન્સ અને ટેક્નોલોજીનું આવ્યું છે. આ વિષયમાં 71.42 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા
A-1 ગ્રેડ મેળવનાર 6378 પરીક્ષાર્થી
A-2 ગ્રેડ મેળવનાર 33956 પરીક્ષાર્થી
B-1 ગ્રેડ મેળવનાર 72739 પરીક્ષાર્થી
B-2 ગ્રેડ મેળવનાર 127110 પરીક્ષાર્થી
C-1 ગ્રેડ મેળવનાર 172350 પરીક્ષાર્થી
C-2 ગ્રેડ મેળવનાર 113932  પરીક્ષાર્થી
D ગ્રેડ મેળવનાર 6937 પરીક્ષાર્થી

ગત વર્ષ કરતાં પરિણામ નીચું
બોર્ડ દ્વારા આજે જાહેર કરાયેલા પરિણામ અનુસાર, દસમા ધોરણમાં 67.24 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા આ વખતે પરિણામ 0.74 ટકા ઓછું આવ્યું છે, જોકે 90 કરતા વધારે ટકા લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સો ટકાનો વધારો નોંધાયો છે. 2018માં 6378 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે, જ્યારે 2017માં આ સંખ્યા 3750 હતી. 

જિલ્લાવાર ટકાવારી

  • સુરત 80.06%
  • જુનાગઢ 78.33%
  • રાજકોટ 75.92%
  • મોરબી 73.59%
  • ડાંગ 72.50%
  • અમદાવાદ શહેર 72.42%
  • દેવભૂમિ દ્વારકા 71.60%
  • જામનગર 71.28%
  • મહેસાણા 71.24%
  • અમદાવાદ ગ્રામ્ય 70.77%
  • દમણ 70.71%
  • નવસારી 70.64%
  • ગાંધીનગર 70.23%
  • ભરૂચ 70.14%
  • ભાવનગર 69.17%
  • ગીર સોમનાથ 69.16%
  • બોટાદ 68.40%
  • કચ્છ 68.30%
  • સુરેન્દ્રનગર 67.76%
  • બનાસકાંઠા 66.86%
  • વલસાડ 66.58%
  • વડોદરા 66.00%
  • અમરેલી 65.51%
  • પોરબંદર 62.81%
  • પાટણ 62.04%
  • નર્મદા 60.79%
  • આણંદ 60.33%
  • સાબરકાંઠા 60.13%
  • દાદરાનગર હવેલી 59.31%
  • પંચમહાલ 58.41%
  • તાપી 58.37%
  • ખેડા 58.27%
  • અરાવલ્લી 56.95%
  • દીવ 55.80%
  • છોટાઉદેપુર 49.06%
  • મહીસાગર 48.85%
  • દાહોદ 37.35% 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news