2019માં ગુજરાતની 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપે તૈયાર કરી રણનીતિ

2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સાથે જ ભાજપ સામે પાર્ટીની અંદર પણ અનેક પડકારો છે. અને સાથે જ અનેક સવાલો. જો આ તમામ સવાલ સાચા હોય તો 2019માં 26 સીટ જીતવી એ દિલ્હી દૂર જેવી પરિસ્થિતિ છે. અને આ જ સવાલો ના જવાબ શોધવા માટે ભાજપ 2 દિવસની ચિંતન શિબિર કરી રહી છે. આ 2 દિવસમાં પાર્ટી મહત્વના 10 મુદ્દાઓ પર ભાર આપશે.

2019માં ગુજરાતની 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપે તૈયાર કરી રણનીતિ

કિંજલ મિશ્રા/ અમદાવાદ: 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ સાથે જ ભાજપ સામે પાર્ટીની અંદર પણ અનેક પડકારો છે. અને સાથે જ અનેક સવાલો. જો આ તમામ સવાલ સાચા હોય તો 2019માં 26 સીટ જીતવી એ દિલ્હી દૂર જેવી પરિસ્થિતિ છે. અને આ જ સવાલો ના જવાબ શોધવા માટે ભાજપ 2 દિવસની ચિંતન શિબિર કરી રહી છે. આ 2 દિવસમાં પાર્ટી મહત્વના 10 મુદ્દાઓ પર ભાર આપશે.

2019માં ગુજરાતની 26 લોકસભા બેઠક જીતવા માટે ભાજપ એ રણનીતિ બનાવવાની કામગીરી શરૂ કરી છે. આ રણનીતિ ભાજપની ચિંતન બેઠક માં બનશે. જેમાં 10 મુદ્દો પર ખાસ ભાર આપવામાં આવશે. આ મુદ્દાઓમાં સંગઠનને મજબૂત કરવું સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ રાખવો, લોકસંપર્ક અને વિપક્ષ ઉપર પ્રહાર ની રણનીતિ નક્કી કરશે જેમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું માર્ગદર્શન અને મોનીટરીંગ રહેવાનું છે.

આ ચિંતન શિબિરમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિ રહેવાની છે. શાહ સમગ્ર રણનીતિને અમલીકરણ કંઈ રીતે કરાય અને તેની આગામી દિવસોમાં અસર શું રહેશે એ અંગે ચર્ચ કરશે. સાથે જ સંગઠનને વિવાદ રહિત કઇ રીતે બનાવી શક્ય આંતરિક જુઠબંધી કઇ રીતે દૂર કરી શકાય અને સરકાર અને સંગઠનમાં યોગ્ય તાલમેલ કાઈ રીતે રાખી શકાય સાથે જ સૌથી મહત્વ પૂર્ણ હાર્દિક સહિતની ત્રિપુટીનો જવાબ કેવી રીતે આપી શકાય એની પણ ચર્ચા થશે. 

આ ચિંતન શિબિરમાં 25 એવા આગેવાનોની પસંદગી કરાઈ છે જેઓ રોડમેપ માટે સામાજિક, રાજનીતિક અને ભૌગોલીક રીતે ઉપયોગી થશે. જેમાં સૌરાષ્ટ્ર જે હાલ માં ભાજપ માટે ઇડરીયો ગઢ સર કરવા જેવી કપરી પરિસ્થિતિ માં છે. મોરબી, ગીર સોમનાથ, અમરેલી,  માં હાલ પાર્ટી પાસે એક પણ ધારાસભ્ય નથી. જ્યારે નર્મદા તાપી, ડાંગ માં પણ ભાજપે વિધાન સભામાં પોતાનું પ્રભુત્વ ગુમાવ્યું છે.

જ્યારે સુરેન્દ્રનગર, દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર બોટાદ પાટણ, જૂનાગઢ,મહીસાગર અને છોટા ઉદેપુરમાં વિધાન સભા ચૂંટણીમાં માત્ર 1 સીટ મેળવવામાં ભાજપને સફળતા મળી છે એટલા માટે જ દક્ષિણ ગુજરાતમાંથી અદિવાસી નેતા તરીકે મંગુભાઇ પટેલ, કોળી આગેવાન તરીકે હીરાભાઈ સોલંકી, ચૌધરી આગેવાનમાં હરિભાઈ તથા શંકર ચૌધરીને ઉપસ્થિત રાખ્યા છે. સાથે જ પાર્ટી એ બળવંત સિંહ રાજપુતને બેઠકમાં સ્થાન આપીને એક કાંકરે 2 શિકાર કર્યા છે. તો આ બેઠકમાં કોંગ્રેસને કાઈ રીતે પછડાટ આપી શકાય એની પણ રણનીતિ ઘડાશે.

આ શિબિરમાં અમિત શાહની ઉપસ્થિતિમાં તમામ પરિસ્થિતિઓ પર ચર્ચા કરવામાં આવશે. આતંરિક જૂથબંધી, સરકાર અને સંગઠનમાં યોગ્ય તાલમેલ જાળવા મામલે પણ ચર્ચા કરવામાં આવશે. સાથે જ હાર્દિક સહિતની ત્રિપુટીને જવાબ કઇ રીતે આપવો તે મુ્દે પણ ચર્ચા થઇ શકે છે. 2014માં જ્યારે ભાજપ લોકસભા ચૂંટણી લડી રહી હતી ત્યારે પરિસ્થિતિ તદ્દન અલગ હતી. જ્યારે 2019ના રાજકીય અને સામાજિક પરિસ્થિતિ ઘણી જ બદલાઇ ગઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news