આખરે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કમિટી નિમવામાં આવી

આખરે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કમિટી નિમવામાં આવી

ગાંધીનગરઃ આખરે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કમિટી નિમવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય  કક્ષાની ફી રિવિઝન કમિટિ તથા ઝોનલ કક્ષાની ફી રીવીઝન કમિટિના અધ્યક્ષોની નિમણુક કરાઈ છે. રાજ્ય કક્ષાની ફી રીવીઝન કમિટીના અધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઈકોર્ટના જસ્ટીસ ડી.એ.મહેતાની નિમણુંક કરાઈ છે. તો નાયબ અધ્યક્ષ તરીકે નિવૃત હાઈકોર્ટના જસ્ટીસ એચ.બી અતાણી નિમણુંક કરાઈ છે. જ્યારે કે અમદાવાદ ફી કમિટિ માટે નિવૃત હાઈકોર્ટના જસ્ટીસ કે.એ,.પુજ નિયુક્તિ કરાઈ છે. રાજકોટમાં નિવૃત્ત હાઈકોર્ટના જસ્ટિસ આર.ડી.કોઠારી, વડોદરામાં નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ જી.આર.રાણા તેમજ સુરતમાં ફી નિયમન કમિટિ માટે નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજ એ.એમ.દવેની નિયુક્તિ કરાઈ છે. 

રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કમિટિની રચના
ફી રિવીઝન કમિટિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઈકોર્ટના જસ્ટિસ ડી.એ.મહેતા
ફી રિવીઝન કમિટિના નાયબ અધ્યક્ષ તરીકે નિવૃત્ત હાઈકોર્ટના જસ્ટિસ એચ.બી.અતાણી
અમદાવાદ ફી નિયમન કમિટિના અધ્યક્ષ નિવૃત હાઈકોર્ટના જસ્ટીસ કે.એ.પુજ
રાજકોટ ફી નિયમન કમિટિના અધ્યક્ષ નિવૃત હાઈકોર્ટના જસ્ટીસ આર.ડી.કોઠારી
વડોદરા ફી નિયમન કમિટિના અધ્યક્ષ નિવૃત ડિસ્ટ્રીક્ટ જજ જી.આર.રાણા
સુરત ફી નિયમન કમિટિના અધ્યક્ષ નિવૃત ડિસ્ટ્રીક્ટ જજ એ.એમ.દવે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news