રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓની કરી બદલી, જાણો કોને મળી કઈ જવાબદારી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સરકારે એક અખબારી યાદીમાં આ માહિતી આપી છે. 
 

રાજ્ય સરકારે ચાર IAS અધિકારીઓની કરી બદલી, જાણો કોને મળી કઈ જવાબદારી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે કુલ ચાર આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે આઈએએસ અધિકારી ધનંજય દ્વિવેદી, આઈએએસ અધિકારી શાહમીના હુસૈન, હસમુખકુમાર રતિલાલ પટેલ અને આલોક કુમાર પાન્ડેયની બદલી કરવામાં આવી છે. 

આ અધિકારીઓની થઈ બદલી
રાજ્ય સરકારે ધનંજય દ્વિવેદી જે નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં હતા તેમની બદલી પરિવાર અને કલ્યાણ વિભાગમાં એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કરી છે. તો આઈએએસ અધિકારી શાહમીના હુસૈનની બદલી નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસરમાં કરી છે. હુસૈન આ પહેલા પરિવાર કલ્યાણ વિભાગમાં કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.

રાજ્ય સરકારે હસમુખકુમાર રતિલાલ પટેલની આરોગ્ય કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. હસમુખ પટેલ પહેલા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગમાં કમિશનર હતા. આ સિવાય આલોક કુમાર પાન્ડેયને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news