ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે: વાલીઓ

રાજ્ય સરકારના શાળા સંચાલકો દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયના મામલે વડોદરાના વાલીઓ રાષો ભરાયાં છે. આ વાલીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તીવ માગ કરવામાં આી રહી છે.
ઓનલાઇન શિક્ષણ બંધ કરતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવે: વાલીઓ

રવિ અગ્રવાલ, વડોદરા: રાજ્ય સરકારના શાળા સંચાલકો દ્વારા ફી નહીં લેવાના આદેશ બાદ સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયના મામલે વડોદરાના વાલીઓ રાષો ભરાયાં છે. આ વાલીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તીવ માગ કરવામાં આી રહી છે.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ફી મામલે વાલીઓને રાહત અપાઇ છે. રાજ્ય સરકારે આદેશ કર્યો હતો કે, જ્યાં સુધી શાળાઓ શરૂ ના થયા ત્યાં સુધી શાળા સંચાલકો ફી વસુલી શકશે નહીં. જેને લઇને સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે શાળા મંડળના આ નિર્ણયને લઇ વડોદારાના વાલીઓ રોષે ભરાયા છે.

સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરવાના નિર્ણયને લઇ વડોદરાના વાલીઓ દ્વારા આનલાઇ શિક્ષણ બંધ કરનાર શાળા સામે કડક હાથે કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, મનમાની કરતી શાળાને સરકાર હસ્તક લેવાની પણ માંગ કરી હતી. ઓનલાઇન શિક્ષણ બંધ થશે તો વિદ્યાર્થીના માનસિકતા પર અસર પડશે. મોબાઇલ, લેપટોપ અને ઇન્ટરનેટનો ખર્ચ પણ માથે પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news