14 દિવસ પહેલા જન્મેલા બાળકને કોરોના ભરખી ગયો, પિતા માસુમનો દેહ લઈને બહાર નીકળ્યા
Trending Photos
- માતાપિતા સંતાનના જન્મનો ઉત્સાહ પણ ન ઉજવી શક્યા. બાળકને જન્મતા જ કોરોના સંક્રમણ થયુ હતું, પણ 14 દિવસમાં માસુમનો જીવ જતા માતાપિતાએ 14 દિવસમાં જ સંતાનને ગુમાવ્યો
ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં તાજેતરમાં જ 13 વર્ષના માસુમ બાળકનું મોત નિપજ્યુ હતું, જે ગુજરાતમાં કોઈ બાળકનું પહેલુ મોત હતું. પરંતુ તેના કરતા પણ ભયાવહ સ્થિતિ ઉંબરે આવીને ઉભી છે તે દર્શાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમા માત્ર 14 દિવસના માસુમ નવજાતનું કોરોનાથી મોત નિપજ્યું છે. માત્ર 14 દિવસના બાળકનું કોરોનાથી મોત નિપજ્યુ હોય તેવો આ પહેલો કિસ્સો છે.
જન્મના ત્રીજા દિવસે બાળક પોઝિટિવ આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, રોહિત વસાવાના પરિવારમાં 14 દિવસ પહેલા પિતા બન્યા હતા. તેમની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે, નવજાતનો રિપોર્ટ કાઢતા જ તે જન્મના ત્રીજા દિવસે કોરોના પોઝિટિવ આવ્યો છે તેવુ તબીબોએ જણાવ્યું હતું.
બાળકને જન્મ સાથે બીજી બીમારી પણ હતી
આ વાત જાણતા જ તેને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બાળકને જન્મતાની સાથે જ કિડની અને ખેંચની બીમારી હતી. તેની તેનો રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેને તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જોકે, સુરત સિવિલ હોસ્પિટલમાં રોહિત વસાવા અને તેમની પત્નીનો પણ રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો. બંન્ને નેગેટિવ આવ્યા હતા. જોકે, ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કિસ્સો માનવામાં આવી રહ્યું છે.
11 દિવસની બાળકી જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે
તો બીજી તરફ, સુરતની ડાયમંડ હોસ્પિટલમાં દાખલ 11 દિવસ ની કોરોના પોઝિટિવ બાળકીના વહારે પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ આવ્યા છે. આજે બપોરે 12 કલાકે સ્મીમેર હોસ્પિટલમાં ડો.જગદીશ પટેલ 11 દિવસની બાળકી માટે પ્લાઝમા ડોનેટ કરશે. 11 દિવસની બાળકીને ઇમરજન્સીમાં પ્લાઝમાની જરૂર પડી
સંજોગો વસાહત પૂર્વ મેયર ડો.જગદીશ પટેલનું બ્લડ ગ્રુપ મેચ થતા તાત્કાલિક પ્લાઝમા ડોનેટ કરવાનો નિર્ણય કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે