લગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ

આ લગ્નની કંકોત્રી પહેલી નજરે જોતા એમ લાગે કે આ એક સામાન્ય કંકોત્રી જેવી જ કંકોત્રી છે, પરંતુ જેવી જ તમારી નજર કંકોત્રીની નીચે જાય છે. ત્યારે તમારી નજર ત્યાંજ ચોટી જશે. આ લગ્નની કંકોત્રીમાં લગ્નમાં આવનારા તમામ લોકો પાસેથી મળતી ભેટના રૂપમાં બીજેપીને વોટ આપવાની વાત કરવામાં આવી છે. 

લગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ

સુરત: લોકસભા ચૂંટણીમાં 100 દિવસો કરતા પણ ઓછો સમય વધ્યો છે. ત્યારે દેશ ફરી એક વાર ચૂંટણીના રંગે રંગાવા જઇ રહ્યો છે. પરંતુ તેના પહેલા જ એક લગ્ન એવા છે જેમાં ચૂંટણીનો રંગ દેખાઇ રહ્યો છે. ગુજરાતના સુરતમાં યોજાવાની છે. આ લગ્નની કંકોત્રી પહેલી નજરે જોતા એમ લાગે કે આ એક સામાન્ય કંકોત્રી જેવી જ કંકોત્રી છે, પરંતુ જેવી જ તમારી નજર કંકોત્રીની નીચે જાય છે. ત્યારે તમારી નજર ત્યાંજ ચોટી જશે. આ લગ્નની કંકોત્રીમાં લગ્નમાં આવનારા તમામ લોકો પાસેથી મળતી ભેટના રૂપમાં બીજેપીને વોટ આપવાની વાત કરવામાં આવી છે. 

અત્યરના સમયે આ બીજી લગ્નની કંકોત્રી હશે જેમાં બીજેપીને વોટ આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આ લગ્નની કંકોત્રીમાં લખવામાં આવ્યું છે, કે તમારે લગ્નની ભેટ સ્વરૂપે પીએમ મોદી માટે મત જોઇએ છે., સુરતમાં યુવરાજ અને સાક્ષીના લગ્નની ગીફ્ટના રૂપમાં બીજેપી માટે વોટ માંગવાની અપીલ કરવામાં આવી છે. આ સિવાય એ પણ કહેવામાં આવ્યું છે, કે તમે નમો એપ દ્વારા બીજેપીને દાન આપોએ જ અમારા માટે ભેટ સમાન છે. 

વાત અહિ પૂર્ણ નથી થતી. જ્યારે તમે કંકોત્રીના પ્રથમ પેજમાં જાવ ત્યારે લગ્નની જગ્યાએ રાફેલ ડીલ અંગેની અમૂક વાતો લખેલી જોવા મળી રહે છે. જેમાં લખવામાં આવ્યું છે, કે શાંતિ રાખો અને નમો પર વિશ્વાસ રાખે. આ કંકોત્રીમાં પોઇન્ટથી સમજાવામાં આવી રહ્યું છે, કે સરકારે આ ડીલમાં રિલાયન્સને શા માટે સામેલ કર્યું. આ સિવાય એ પણ જણાવામાં આવ્યું છે, કે એચએલને તો આ કોન્ટ્રાક્ટને તો યુપીએ સરકારે  જ બહાર કરી દીધુ હતું. આ પહેલા પણ સુરતમાં ઘવલ અને જયાના લગ્નમાં આ રીતે બીજેપી માટે વોટ માંગવામાં આવ્યા હતા.

રાજસ્થાનમાં એક લગ્ન કંકોત્રીમાં બીજેપી માટે માંગ્યા વોટ 
આ પહેલા રાજસ્થાનના ટોક જિલ્લામાં એક લગ્નની કંકોત્રીના ફોટા વાયરલ થયા હતા. આ કાર્ડની ખાસ વાત એ છે કે, લગ્નની ભેટના સ્વરૂપમાં લોકોને 2019માં લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી માટે વોટ માંગવા માટેની અપીલ માંગવામાં આવી હતી. આ સિવાય લગ્નના કંકોત્રીના કાર્ડ પર બેટી બચાઓ અને બેટી પઢાઓનું સ્લોગન પણ લખ્યો હતો. આ લગ્નના કાર્ડમાં ટોંક જિલ્લામાં આ પ્રકારના કાર્ડ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. અને ચર્ચાનો વિષય પણ બન્યો હતો.

પરિવારનો રાજનીતિ સાથે નથી કોઇ પણ સંબંઘ
જિલ્લાના ગામ સોડા બાવડીના ભંવરલાલ રાજેશ સોનીની છોકરીના લગ્ન 22 જાન્યુઆરીએ થવાના છે. સોનીએ તેની દિકરી રૂચિકાના લગ્નની કંકોત્રીમાં મહેમાનોના આશીર્વાદમાં પીએમ મોદીને વોટ આપવાની અપીલ કરવામાં આવી હતી. ત્યારે મહત્વનું છે, કે આ પરિવારનું કોઇ પણ સભ્ય રાજનીતિ સાથે જોડાયેલું નથી, છતા પણ પીએમ મોદીની નીતિ અને વિચારોથી પ્રેરીત થઇને લોકોએ આ પ્રકારના કાર્ડ છપાવ્યા હતા.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news