સુરતમાં મહિલા ઠગબાજે 3000માં પ્રવાસ લઈ જવાનું કહીને 400 લોકોને ખંખેર્યા, અંતે પોલીસે આ રીતે ઝડપી

સુરત શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે. લોકોને યેન કેન પ્રકારે ભોળવી ફસાવી તેમની સાથે છેતરપીંડી કરાઈ રહી છે. તેવામાં સુરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે ટીકીટ બુકીંગ કરવાની યોજના બનાવી..

સુરતમાં મહિલા ઠગબાજે 3000માં પ્રવાસ લઈ જવાનું કહીને 400 લોકોને ખંખેર્યા, અંતે પોલીસે આ રીતે ઝડપી

ઝી બ્યુરો/સુરત: સૂરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે સિનિયર સીટીઝન તેમજ શ્રદ્ધાળુઓને યાત્રા પ્રવાસ કરાવવાની વાત કરી ટીકીટ લખાવી ઓનલાઇન ટીકીટ મોકલી ત્યારબાદ યાત્રા પર ના લઈ જઈ 400થી વધુ લોકો પાસેથી રૂપિયા લઈ ઠગાઈ આચરતા પોલીસ ફરિયાદ થઈ હતી. જે મામલે પોલીસે મહિલાની ધરપકડ કરી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવે છે. લોકોને યેન કેન પ્રકારે ભોળવી ફસાવી તેમની સાથે છેતરપીંડી કરાઈ રહી છે. તેવામાં સુરતમાં શ્રવણ તીર્થયાત્રાના નામે ટીકીટ બુકીંગ કરવાની યોજના બનાવી સુરત શહેરમાં અનેક લોકોને 3000ના દરે હરિદ્વાર, ઋષિકેશ દિલ્લી અને આગ્રા સહિતની જગ્યાઓ પર લઈ જવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈ સુરતનું એક સિનિયર સીટીઝન ગ્રુપના 400થી વધુ લોકોએ ટીકીટ બુકીંગ કરાવી હતી.

મહત્વનું છે કે આ ઓફિસમાં ભાજપના કારોબારી સભ્ય જયશ્રી લુણાગરીયા અને તેના પુત્ર અજય લુણાગરિયા અને અશ્રુતા ડાંગરિયાએ લોકોનો વિશ્વાસ કેળવ્યો હતો અને ધાર્મિક સ્થળોએ ઓછા દરે લઈ જવાની સ્કીમ મૂકી હતું. જેથી આ સ્કીમને લઈ 400થી વધુ સિનિયર સિટીઝનો દ્વારા ટીકીટ લખવાઈ હતી. અને રૂપિયા આપી દીધા હતા. જેથી ટીકીટ ઓનલાઇન આપી. ત્યારબાદ ઓફિસના તમામ લોકોએ ફોન બંધ કરી દીધા. 

ટીકીટ મુજબની તારીખ આવી ગઈ છતાં આ તમામને ટીકીટ નહીં મળતા ખટોદરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન મોત વરાછા વિસ્તારમાં રહેતી અશ્રુતા ડાંગરિયાને ખટોદરા પોલીસે ઝડપી પાડી હતી. તેની પાસેથી પોલીસે 1.3 લાખ રોકડા રિકવર કર્યા હતા. અને 50 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. 

તપાસ દરમ્યાન સામે આવ્યું હતું કે અશ્રુતા સામે કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં પણ 13 લાખ 70 હજાર ની ટીકીટ આપી હતી. જેમાંથી માત્ર લોકોને 3 લાખ 70 હજારનું ચુકવણું કર્યું હતું અને 10 લાખ નહિ ચૂકવી છેતરપીંડી આચરી હતી. આ મહિલા વિરુદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશન સહિત 6 પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ છે. જેને લઈ મહિલાને કાપોદ્રા પોલીસને સોંપવામાં આવી હતી. હાલ વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news