Gujarat Elections 2022: ગુજરાતમાં BJPના ઉમેદવાર વિનુ મોરડિયાનો 'રજવાડી ઠાઠ', ફોર્મ ભરવા ઘોડા પર બેસીને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું...

Gujarat Elections 2022: રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેમણે પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા.

Gujarat Elections 2022: ગુજરાતમાં BJPના ઉમેદવાર વિનુ મોરડિયાનો 'રજવાડી ઠાઠ', ફોર્મ ભરવા ઘોડા પર બેસીને સમર્થકોનું અભિવાદન ઝીલ્યું...

Gujarat Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે દરેક પક્ષના ઉમેદવારો પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આજે વિજય મૂહર્તમાં અનેક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કેટલાંક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં ઉમેદવારો કંઈક નવીનતા કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે અથવા તો સૌ કોઈનું ધ્યાન ખેંચાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. આજે કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ રજવાડી ઠાઠમાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા.

ઘોડેસવારીના શોખીન છે વિનુ મોરડિયા
રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેમણે પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. વિનુ મોરડિયા ઉમેદવારીપત્ર ભરવા માટે ઘોડા પર મંદિરે પહોંચ્યા હતા, ત્યારબાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. તમને જણાવી દઈએ કે વિનુ મોરડિયા ગત વખતે ચૂંટણીમાં પણ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા. 

રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયાને ઘોડેસવારીનો જબરો શોખ છે. તેઓ સમયાંતરે ઘોડેસવારી કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. એટલું જ નહીં, વર્ષોથી વિનુ મોરડિયા પોતે ઘોડાની કાળજી રાખે છે. તેમની પાસે ઘોડો પણ છે. મોંઘી દાટ ગાડીઓની સાથે સાથે તેમને અશ્વ ખૂબ જ પ્રિય છે.

મતદારોમાં ભારે કુતૂહલ
પોતાના મતવિસ્તારમાં વિનુ મોરડિયા ખુબ લોકપ્રિય નેતા છે. જ્યારે પણ પોતાના ઉમેદવારીફોર્મ ભરવા જાય ત્યારે ઘોડા ઉપર જ જાય છે. કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ તેઓ આ જ રીતે જતા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ આ પ્રકારે આવા શાહી અંદાજમાં નીકળે છે. વિનુભાઈ પણ ઘરેથી તિલક લગાવી જાણે કોઈ જંગ જીતવા જતા હોય એ પ્રમાણે ઘોડા ઉપર બેસીને પોતાના સમર્થકોનું અભિવાદન ઝીલે છે.

ઉલ્લેખનીય છે કે, કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર વિનુભાઈ ફરીથી રિપીટ થયા છે. બીજી બાજુ સુરત શહેરની કતારગામ બેઠક પરથી AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં ઉતર્યા છે, ત્યારે આ વખતે સીટ હાઈપ્રોફાઈલ બની છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news