સુરતના કામરેજના વેલંજામાં પાટીદારોએ ત્રણ માંગ સાથે કાઢી રથયાત્રા

સુરતના વેલંજાથી પાસ કાર્યકરો દ્વારા આયોજીત આ રથયાત્રાનું સવારે 10.30 કલાકે નિલકંઠ વર્ણી સોસાયટીથી પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
 

 સુરતના કામરેજના વેલંજામાં પાટીદારોએ ત્રણ માંગ સાથે કાઢી રથયાત્રા

સુરતઃ પાટીદાર અનામત આંદોલન અંગે જનજાગૃતિ ફેલાવવા તથા પાસના સુરતના કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિના મુદ્દે રવિવારે મોટા વરાછા નજીક વેલંજાથી માં ઉમા-ખોડલની રથયાત્રા પાસ દ્વારા કાઢવામાં આવી હતી. માતાજીની આરતી સાથે આ બાઇક રેલી વિવિધ સોસાયટીમાં ફરી હતી. જે મોડી સાંજે પૂર્ણ થઈ હતી. 

સુરતના વેલંજાથી પાસ કાર્યકરો દ્વારા આયોજીત આ રથયાત્રાનું સવારે 10.30 કલાકે નિલકંઠ વર્ણી સોસાયટીથી પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું. જેમાં 4 ટ્રેકટર અને 100 જેટલી બાઇક તથા સાઉન્ડ સિસ્ટમ અને મોટી સંખ્યામાં લોકો જોયાયા હતા. આ યાત્રા દરમિયાન જય સરદાર જય પાટીદારના નારા લાગ્યા હતા. 

અલ્પેશને જેલમુક્ત કરો
આ રેલીમાં પાસ કાર્યકરોએ અલ્પેશની જેલમુક્તિની માંગ કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, જો અલ્પેશને મુક્ત કરવામાં ન આવે તો આંદોલન જલદ બનાવવામાં આવશે. સોસાયટીમાં ફરી રહેલી આ યાત્રામાં ખેડૂતોની દેવામાફીનો મુદ્દો પણ ઉઠ્યો હતો. આ યાત્રામાં મોટા પાયે પાટીદાર યુવાનો જોડાયા હતા. આ રેલીમાં પાટીદારોની ખેતીનું હળ લઈને જોડાયેલ વ્યક્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

ક્યાં ક્યાં ફરી રેલી
ખેડૂતો ટ્રેક્ટર તેમજ બાઇક ઉપર સવાર થઈ રથયાત્રામાં જોડાયા હતાં. કામરેજ કામરેજ નજીકની નીલકંઠ વર્ણી સોસાયટીથી સવારે યાત્રા પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ માતાજીનો રથ રંગોલી ચોકડી, વેલંજાથી શ્યામ સોસાયટી પહોંચ્યો હતો. ત્યાંથી આસોપાલવ મેઈન રોડ થઈ ઉમરા ગામની સૌરાષ્ટ્ર ગ્રીન સિટી સોસાયટીથી ખોડિયાર મંદિર અને આંબાવીલા સોસાયટીથી રંગીલા ચોકડી થઇને રામવાટિકા સોસાયટી ગઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news