ગાર્ડ ઓફ ઓનર સાથે PSI અનિતા જોશીને વિદાય અપાઈ, પરિવાર રડી પડ્યો....

ગઈકાલે સુરતના મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારીને તેઓએ પોતાની એનવર્સરીના દિવસે જ મોત વ્હાલુ કર્યું હતુ. સવારે 6 વાગ્યા સુધી ડ્યુટી કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા અને 33 વર્ષીય અનિતા જોશીએ આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. તેમના પતિ અને દીકરાના માથે આભ તૂટી પડ્યુ હતું. ત્યારે અનિતા જોશીને સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય આપવામાં આવી હતી. અંતિમ યાત્રામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. 
ગાર્ડ ઓફ ઓનર સાથે PSI અનિતા જોશીને વિદાય અપાઈ, પરિવાર રડી પડ્યો....

ઝી મીડિયા/બ્યૂરો :ગઈકાલે સુરતના મહિલા પીએસઆઈ અનિતા જોશીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારીને તેઓએ પોતાની એનવર્સરીના દિવસે જ મોત વ્હાલુ કર્યું હતુ. સવારે 6 વાગ્યા સુધી ડ્યુટી કર્યા બાદ તેઓ ઘરે ગયા હતા અને 33 વર્ષીય અનિતા જોશીએ આત્મહત્યાનું પગલુ ભર્યું હતું. તેમના પતિ અને દીકરાના માથે આભ તૂટી પડ્યુ હતું. ત્યારે અનિતા જોશીને સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય આપવામાં આવી હતી. અંતિમ યાત્રામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. 

એનિવર્સરીના દિવસે આત્મહત્યા કરી 
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલીના અનિતા જોશી સુરતના ઉઘના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિ ગૌરાંગ જોશી સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવે છે. પોલીસ દંપતી ફાલસાવાડીના પોલીસ લાઈનમાં સી બ્લોકમાં રહેતું હતું. ત્યારે આજે સવારે 6 વાગ્યા સુધી અનિતા જોશીએ ડ્યુટી કરી હતી. તેના બાદ તેઓ ઘરે ગયા હતા. આ દરમિયાન તેમના પતિએ તેમને વારંવાર ફોન કર્યો હતો, પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેથી તેઓએ આજુબાજુમાં જાણ કરી હતી. આખરે દરવાજો ન ખૂલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ત્રિકમથી બારણુ તોડ્યું હતું. દરવાજો ખૂલતા જ અનિતા જોશીનો પેટના ભાગે ગોળી મારેલો મૃતદેહ મળી આવ્યો હતો. 

‘જિંદગી જીવવી અઘરી છે...’ આટલા શબ્દો લખીને સુરતની મહિલા PSIએ કરી આત્મહત્યા

પિતા અને પતિ બંને પોલીસમાં 
મહિલા પીએસઆઈ અનિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં. તેમના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે. દોઢ વર્ષ પહેલા સુરત કન્ટ્રોલમાં પોસ્ટિંગ થયું હતું ત્યાર બાદ ઉધના પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું હતું. તેઓના આપઘાત બાદ રવિવારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહીત તમામ પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા અને અશ્રભુની આંખે તેઓની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

દર્દભરી સ્યૂસાઈડ નોટ લખી
અનિતા જોશીએ એનવર્સરીના દિવસે જ આત્મહત્યા કરી લેતા પતિ ગૌરાંગ ભાંગી પડ્યા હતા. અનિતા જોશીએ સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતુ કે, જિંદગી જીવવી અઘરી છે, મારા મોત પાછળ કોઈ જવાબદાર નથી. આ મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ થઈ છે. 

પીએસઆઈ અનિતા સોશિયલ મીડિયામાં વિચિત્ર સ્ટેટસ મૂકતા હતા તેવું પણ સામે આવ્યું છે. અનિતા જોશી છેલ્લા પાંચેક દિવસથી ડિપ્રેશનમાં હોય તે પ્રકારના વીડિયો-ફોટો સ્ટેટસ પર અપલોડ કરતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news