SURAT માં ઓક્સિજન માટે દબંગાઇ, હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવાયા

શહેરમાં કોરોના વાયરસના સંક્રમણથી વધતી જતી ભયાનકતા વચ્ચે શહેરની હોસ્પિટલોને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં અધિકારીઓએ દબંગાઇ શરૂ કરી હતી. સુરત શહેરની મુખ્ય બે હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોને 120 મેટ્રિક ટન ઓક્સિજનની સામે હજીરાની આઇનોક્સ કંપનીએ કામ મુકીને અન્યત્ર સપ્લાય કરી રહ્યા હોવાથી સ્પેશિયલ ઓફિસર એન.થેનારસેનની સુચનાથી પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીની ટીમે કંપનીમાં ધામા નાખ્યા હતા. 
SURAT માં ઓક્સિજન માટે દબંગાઇ, હજીરાથી અન્ય રાજ્યમાં જતા ટેન્કરો અટકાવાયા

સુરત : શહેરમાં કોરોના વાયરસના સંક્રમણથી વધતી જતી ભયાનકતા વચ્ચે શહેરની હોસ્પિટલોને સરળતાથી ઓક્સિજન મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર કચેરીનાં અધિકારીઓએ દબંગાઇ શરૂ કરી હતી. સુરત શહેરની મુખ્ય બે હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોને 120 મેટ્રિક ટન ઓક્સિજનની સામે હજીરાની આઇનોક્સ કંપનીએ કામ મુકીને અન્યત્ર સપ્લાય કરી રહ્યા હોવાથી સ્પેશિયલ ઓફિસર એન.થેનારસેનની સુચનાથી પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીની ટીમે કંપનીમાં ધામા નાખ્યા હતા. 

જ્યાં સુધી સુરતને સંપુર્ણ જથ્થો નહી મળે ત્યાં સુધી અન્ય શહેર અને રાજ્યમાં જનારા ટેન્કરોને અટકાવી દેવાયા છે. શહેરની હોસ્પિટલોને ઓક્સિજન મળી રહે તે માટેની પ્રાથમિકતા આપવાનો હુમક કર્યો હતો. ઓક્સિજનની કટોકટી વચ્ચે હજીરા ખાતે આવેલી આઇનોક્સ કંપનીના પ્લાન્ટમાં રોજ 120 મેટ્રિક ટનનાં ઉની અછત જોવા મળી રહી છે. 

કેન્દ્ર સરકારનાં આદેશના પગલે આઇનોક્સ કંપનીએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જથ્થો મોકલવા માટે જરૂરી બની ગયો છે. જેના કારણે આઇનોક્સ કંપનીએ સુરતને 86 મેટ્રિક ટન જથ્થો ફાળવ્યો હતો. જ્યારે અન્ય જથ્થો ઉપલબ્ધ હોવા છતા ફાળવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ પ્રકારની વિકટ સ્થિતીને કારણે સુરત જિલ્લા નાયબ કલેક્ટરઆર.આર બોરડ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં આિસ્ટન્ટ કમિશ્નર આર.એમ પટેલ સસહિતનાં 7 અધિકારીઓ કંપનીની બહાર પહોંચી સીધી દબંગાઇ શરૂ કરી હતી. ટેન્કર અટકાવીને સૌથી પહેલા સુરતની હોસ્પિટલોને જથ્થો આપવા માટે જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news